ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી શાકભાજીની નવી આવકોમાં વૃદ્ધિ થવાની સાથે તમામ શાકભાજીની કિંમતોમાં ઘટાડો આવી શકે છે પરંતુ બટાટાની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા હાલ જણાતી નથી.

આ વર્ષે 17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ રહી છે જે 25 ઓક્ટોબરના દશેરા સાથએ પૂર્ણ થશે. વ્રતના દિવસોમાં બટાટાનો વપરાશ વધે છે. જેના કારણે દરવર્ષે નવરાત્રી દરમિયાન બટાટામાં ભાવ ઉંચા રહે છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં અમુક દિવસથી બટાટાની જથ્થાબંધ કિંમત 12 થી 51 પ્રતિ કિલો ચાલી રહી છે જ્યારે દિલ્હી એનસીઆરમાં બટાટાની રિટેલ કિંમત 40-50 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે. ઇંદૌરમાં જથ્થાબંધ ભાવ 22-24 રૂપિયા રિટેલમાં 40-50 રૂપિયા ચાલે છે.

દિલ્હીની આઝાદપુર મંડીમાં ડુંગળી-બટાટા મર્ચન્ટ એસોસિએશન રાજેન્દ્ર શર્માએ કહ્યું કે બટાટાની કિંમતમાં વધારાના મુખ્ય કારણોમાં મંડીમાં આવકમાં ઘટાડો થયો છે. મંડીમાં આવક સરેરાશ 40-50 ટકા ઘટી છે. જેના કારણે ગતવર્ષ કરતા કિંમત બમણાથી વધુ ચાલી રહી છે. નવી આવકો નવેમ્બર માસના અંતથી શરૂ થઇ જશે ત્યારે જ ઘટાડો આવશે.

Source by [author_name]