• વિશ્વમાં 9.98 લાખથી વધારે દર્દીના મૃત્યુ, 2.44 કરોડથી વધારે લોકો સાજા થયા
  • અમેરિકામાં 72.87 લાખ લોકો સંક્રમિત, 2.09 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો 3.30 કરોડને પાર થઈ ગયો છે. સાજા થનારા દર્દીની સંખ્યા 2 કરોડ 44 લાખ 05 હજાર 383થી વધારે છે. અત્યાર સુધી 9 લાખ 98 હજાર 688 દર્દીના મૃત્યુ થઈ ચુક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. યુરોપના બે દેશ ફ્રાંસ અને સ્પેનમાં સ્થિતિ બગડી રહી છે. અહીં સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ફ્રાંસમાં શનિવારે એક દિવસમાં જ 14 હજાર નવા કેસ સામે આવ્યા છે.
ફ્રાંસઃ વધતુ સંક્રમણ
ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. આ સપ્તાહની શરૂઆતથી દરરોજ લગભગ 13 હજાર કેસ આવી રહ્યા છે. શનિવારે 14 હજાર 412 કેસ સામે આવ્યા. સરકારની મુશ્કેલી એ છે કે તે કડક પ્રતિબંધ લગાવવા તો ઈચ્છે છે પણ કારોબારી સંગઠન અને સામાન્ય નાગરિકો તેનો વિરોધ કરી રહ્યા છે.
માર્સિલેમાં સરકારે બાર તથા રેસ્ટોરેન્ટ્સ બંધ કરવા કહ્યું છે. જોકે, સ્થાનિક વહિવટીતંત્રએ તેનો વિરોધ કર્યો છે. આ શહેરમાં બે ક્લસ્ટર મળ્યા છે અને બન્ને રેસ્ટોરેન્ટ્સને લગતા છે. બીજી બાજુ, હેલ્થ મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી છે કે સંક્રમણને અટકાવવા માટે અત્યારે સાવચેતી રાખવી તે સૌથી સારો ઉપાય છે. જેથી પ્રતિબંધોનું પાલન તો કરવાનું રહેશે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 5 લાખ 27 હજાર 446 કેસ સામે આવી ચુક્યા છે.

હોંગકોંગઃ કેટલાક સપ્તાહ બાદ પ્રથમ કેસ સામે આવ્યો
હોંગકોંગમાં આ સપ્તાહ બાદ પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં સરકારે તેને સંક્રમણની ત્રીજી લહેર ગણાવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવારે રાત્રે જારી એક નિવેદનમાં કહ્યું- આ દર્દી બહેરીનથી આવ્યો હતો અને તપાસ સમયે એરપોર્ટ પર જ તે સંક્રમિત હોવાનું માલુમ પડ્યુ હતું. અત્યારે તેની સ્થિતિ વિશે કોઈ જાણકારી નથી.

ચીફ એક્ઝિક્યુટીવ કેરી લેમે કહ્યું-અમે સંક્રમણ પર બે વખત સંપૂર્ણપણે કાબૂ મેળવ્યુ હતું. હવે અમારી સામે ત્રીજી લહેરનું જોખમ છે. કમ્યુનિટી ટ્રાન્સફરનું જોખમ પણ નકારી શકાય નહીં. જેથી કડક ઉપાય કરવામાં આવે

Source by [author_name]