સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી સામે આવેલા ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામે આવ્યા છે. જોકે તેમ છતાં ઇન્ડસ્ટ્રીના લોકોનું તેમને સમર્થન મળી રહ્યું છે. ઘણા ફિલ્મમેકર્સે તેમના પર લાગેલા આરોપોને નકારી દીધા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ કમ્યુનિટી ‘ડ્રગ્સ કાર્ટેલ’ના કંટ્રોલમાં છે. આવા દરેક આરોપોને નિરાધાર અને નિરંકુશ ગણાવ્યા છે.

દીપિકા પાદુકોણ સાથે ‘રેસ 2’માં કામ કરી ચૂકેલા રમેશ તોરાનીએ કહ્યું કે, ‘ડ્રગ્સ કાર્ટેલ કે પાબ્લો એસ્કોબાર જેવું કોઈ અમને કંટ્રોલ કરી રહ્યું છે તે બધું ઉપજાવી કાઢેલું છે અને ખોટા આરોપ છે. ઘણા દશકોથી અમે કામ કરી રહ્યા છીએ અને દાવા સાથે કહી રહ્યો છે કે આનાથી પારદર્શક જગ્યા બીજી કોઈ નથી. બાકી તપાસ એજન્સીઓ એક્સપર્ટ છે તેઓ સત્ય બહાર લાવી જ દેશે. હું આગળ પણ દીપિકા સાથે કામ કરતો રહીશ.’

કબીર ખાને બકવાસ ગણાવી
કબીર ખાને કહ્યું, ‘આ કોમન સેન્સની મેટર છે. શું આવું થઇ શકે છે. વિચારવા વાળી વાત છે. આ વાતો એકદમ બકવાસ છે.’

બધા આરોપ કલ્પનાથી પર છે
તાપસી અને ભૂમિ સાથે ‘સાન્ડ કી આંખ’ બનાવી ચૂકેલી નિધિ પરમારનું પણ કંઈક આવું જ કહેવું છે. તેણે કહ્યું, ‘હું છેલ્લા 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. મેં આ પ્રકારની બકવાસ ક્યારેય નથી સાંભળી કે કાર્ટેલનો ક્વાન જેવી બાકી એજન્સીઓ પર કંટ્રોલ છે. એવું પણ કે ટેલેન્ટ એજન્સીઓ એટલી પ્રભાવશાળી છે કે તેઓ દરેક પ્રોડ્યુસરના કામમાં દખલ કરે છે. આ એકદમ વિચિત્ર આરોપ છે, જે કલ્પનાથી પર છે.’

‘આવું હોત તો ઇન્ડસ્ટ્રીમાં નવા એક્ટર, ડિરેક્ટર અથવા પ્રોડ્યુસર્સને એન્ટ્રી ન મળતી. તે સ્થાપિત ન થયા હોત. રહ્યો સવાલ ડ્રગ્સનો તો તે એકદમ પોસિબલ છે. તે નશાની લત માટે કે મનોરંજન માટે કદાચ કરવામાં આવતો હોય. બાકી હું તો વિચારી પણ નથી શકતી કે જાણી પણ નથી શકતી કે ખરેખર ડ્રગ્સ કાર્ટેલ અથવા માફિયા અમારી ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા હોય.’

મેકર્સને માત્ર ટેલેન્ટથી મતલબ છે
ઝી સ્ટુડિયોના પ્રમુખ શારિક પટેલના જણાવ્યા મુજબ, ‘એક તો એવું વિચારવું પણ નિરર્થક છે કે ડ્રગ્સ માફિયા કંટ્રોલ કરી રહ્યા હશે. બીજું કે મેકર્સને એક્ટર્સના ટેલેન્ટથી મતલબ છે, તેમની આદતોથી નહીં. જ્યાં સુધી એક્ટર્સ સેટ પર તેમનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે તો મેકર્સને શું વાંધો હોય. જો અમે લોકો સોશિયલ મીડિયાના ટ્રોલર્સથી અમારા નિર્ણય લેવા લાગ્યા તો એક ડગલું પણ આગળ નહીં ભરી શકીએ.’

આવા આરોપ મોટેભાગે બકવાસ હોય છે
પ્રિતિશ નંદી બોલ્યા, ‘ડ્રગ્સ કાર્ટેલ બકવાસ છે. આવું બિલકુલ નથી. એકાદ યુઝ કરતા હશે, પણ ઇન્ડસ્ટ્રીમાં એક પેરેલલ સિસ્ટમ કામ કરે છે, આવું જરાપણ નથી. આપણે આવું વિચારી પણ કેમ શકીએ? રહ્યો સવાલ ત્રણેય એક્ટ્રેસ સાથે કામ કરવાનો તો હું ચોક્કસ પણે દીપિકા, શ્રદ્ધા અને સારા સાથે કામ કરીશ. કારણકે હું તેમની પ્રતિભા માટે સન્માન કરું છું, નહીં કે તેના માટે કે તેઓ અંગત સમયનો ઉપયોગ શેના માટે કરે છે. મારો પોતાનો અનુભવ છે કે આ પ્રકારના મોટાભાગના આરોપ સામાન્યરીતે બકવાસ હોય છે.’

ઘણા દશોમાં આ બધી દવા લીગલ છે
‘બોલિવૂડે આ પ્રકારની બકવાસને ઇગ્નોર કરવી જોઈએ અને કામ પર પરત ફરવું જોઈએ. લાખો લોકોને તેમના પરિવારને ખવડાવવા માટે અને પોતાનું ભાડું આપવા માટે કમાણીની જરૂર છે. ડ્રગ્સ સાથે તેમને કોઈ લેવા દેવા નથી. અને જે દવાઓને લઈને આ બધા આરોપ લાગી રહ્યા છે તે એવી દવાઓ છે જે દુનિયાના અડધા ભાગમાં લીગલ છે.’

ટ્રેડ પંડિતોના પણ તેમના સવાલ છે. એ છે કે જો ડ્રગ્સ માફિયા છે તો આટલા વર્ષોથી NCB અરેસ્ટ કેમ કરતી ન હતી. શું તેઓ સુશાંતના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા, કે ત્યારપછી જ બધા સિક્રેટ જાહેર કરશું. ક્યાંકને ક્યાંક બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

Source by [author_name]