લતા મંગેશકર પણ હંમેશાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપે છે. (ફાઈલ ફોટો)

લતા મંગેશકર આજે સોમવારે 91 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બરે 1929માં ઇન્દોરમાં પંડિત દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના સામાન્ય લોકોથી લઈને સેલેબ્સે તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે.

મોદીએ લખ્યું કે, ‘આદરણીય લતા દીદી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભકામના આપી. તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરું છું. લતા દીદી દેશભરમાં જાણીતું નામ છે. હું ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતો રહ્યો છે.’

ધર્મેન્દ્રે એક વીડિયો શેર કરીને શુભેચ્છા આપી
એક્ટર ધર્મેન્દ્રે લતાજીને જન્મદિવસની શુભેચ્છા આપવા ફિલ્મ ‘ચુપકે -ચુપકે’ના તેમણે ગાયેલા સોન્ગનો વીડિયો શેર કર્યો. તેમાં ખુદ ધર્મેન્દ્ર દેખાઈ રહ્યા છે.

કંગના રનૌતે કર્મયોગી ગણાવ્યા
એક્ટ્રેસ કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા મારફતે લતા દીદીને વિશ કર્યું કે, ‘મહાન લતા મંગેશકરજીને જન્મદિવસની ઘણી શુભકામના. અમુક લોકો જે પણ કરે છે તે એક મનથી અને સમગ્ર ધ્યાન લગાવીને કરે છે. તેને લીધે તેઓ માત્ર તેમાં પારંગત થાય છે એટલું નહીં પરંતુ તેઓ તે કામના પર્યાય પણ બની જાય છે. આવા જ એક શાનદાર કર્મયોગીને મારા નમન.’

રિતેશ દેશમુખે મરાઠીમાં વધામણી આપી
રિતેશે લખ્યું, ‘આદરણીય લતા મંગેશકરજી તમને જન્મદિવસની ઘણી શુભકામનાઓ. ભગવાન તમને ભરપૂર પ્રમાણમાં સારું સ્વાસ્થ્ય અને જીવનના આશીર્વાદ આપે.’

શંકર મહાદેવન

સાઈના નેહવાલે પણ વિશ કર્યું

સિંગર મિકા સિંહે પણ શુભેચ્છા આપી

Source by [author_name]