14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચાંદપા વિસ્તારના ગામમાં 4 લોકોએ 19 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે મોડી રાત્રે યુવતીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હાથરસ જિલ્લામાં દલિત યુવતી પર ગેંગરેપ મામલે DM પ્રવીણ લક્ષકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ પીડિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. DM કહે છે કે તમારી વિશ્વસનીયતા જાળવો. મીડિયા આજે અહીં છે, કાલે નહીં હોય. બધા ચાલ્યા જશે. તમે સરકારની વાત માની લો. તમે વારંવાર નિવેદનમાં ફેરફાર કરીને સારું કરી રહ્યા નથી. શું ખબર, કાલે અમે જ બદલાઈ જઈશું.

ઉત્તરપ્રદેશ પોલીસનું કહેવું છે કે અલીગઢ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં પીડિતાના શરીર પર ઇજા હતી, પણ દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી નથી. ડોકટરનું કહેવું છે કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી આ મામલે વધુ કહી શકાય છે.

શું છે ગેંગરેપનો સમગ્ર મામલો

  • હાથરસ જિલ્લાના ચાંદપા વિસ્તારના ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ 4 લોકોએ 19 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આરોપીએ મહિલાની કમર તોડી નાખી હતી અને તેની જીભ પણ કાપી નાખી હતી. પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
  • ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે મોડી રાત્રે મહિલાના મૃતદેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જો કે, પરિવાર વતી આરોપ લગાવવામાં આવ્યા છે કે પોલીસે તેમની પુત્રીનો બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કર્યો હતો. તેનો ચહેરો પણ બતાવવામાં આવ્યો ન હતો.

પોલીસે કહ્યું- બે વિડીયો સામે આવ્યા, તેમાં દુષ્કર્મની વાત નથી કહેવામા આવી
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે હાથરસ ગેંગરેપ કેસ અંગે જણાવ્યું હતું કે સરકાર અને પોલીસની બદનામી કરવામાં આવી રહી છે. અમે આવા કરનારાઓના નિવેદનો ચકાસી રહ્યા છીએ. ઘટનાના દિવસના બે વીડિયો આજે સામે આવ્યા છે. તે પીડિત સાથેની મારપીટની વાત તેમાં કહેવામા આવી છે. તેણે કહ્યું કે પીડિતા અથવા તેની માતાએ બળાત્કારની વાત કરી નથી. પીડિતાએ એક વીડિયોમાં પોતાની જીભ પણ દેખાડી છે જે કપાયેલી નથી. 22 સપ્ટેમ્બરે પહેલી વખત દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગાળાના ભાગે ઇજા અને શોકથી મૃત્યુ નીપજયું હોવાની વાત કહેવામા આવી છે.

Source by [author_name]