મધ્ય પ્રદેશના ભોપાલમાં કૂતરા સાથે ક્રૂરતાની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં પિશાચી આનંદ માટે એક યુવકે કૂતરાને ઊંચકીને પુલ પરથી તળાવમાં ફેંકી દીધો હતો. યુવકના મિત્રોએ આ હરકતથી તેને રોકવાને બદલે વીડિયો બનાવવાની સાથે જોરજોરથી હસી રહ્યા હતાં. આ વીડિયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે નિર્દયી આ યુવક એક અબોલ જીવને તળાવમાં ફેંકી રહ્યો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના દસ દિવસ પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. વીડિયો વાઇરલ થતાં પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ સલમાન છે અને તે ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છે. ધરપકડ બાદ તેને પોતાએ કરેલા કૃત્યનો અફસોસ થઈ રહ્યો છે અને માફી માગી રહ્યો છે.

0

Source by [author_name]