તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1932માં લાહોરમાં થયો હતો અને મૃત્યુ 21 ઓક્ટોબર 2012માં મુંબઈમાં થયું હતું.

ફેમસ પ્રોડ્યુસર- ડિરેક્ટર યશ ચોપરાનો આજે રવિવારે 88મો જન્મદિવસ છે. તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1932માં લાહોરમાં થયો હતો અને તે જ દિવસે વર્ષ 1970માં તેમણે તેના પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ની સ્થાપના પણ કરી હતી. તેના આજ 50 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેના દીકરા આદિત્ય ચોપરાએ તેના પિતાને યાદ કરી સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે YRF સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો શેર કરી છે.

આદિત્ય ચોપરાએ તે નોટ શેર કરી યશરાજ ફિલ્મ્સને લખ્યું, ‘ફિલ્મોનું જશ્ન મનાવતા 50 વર્ષ, તમને મનોરંજન આપવાના 50 વર્ષ. આ અવસર પર #AdityaChopraના દિલથી નીકળેલા અમુક ભાવપૂર્ણ શબ્દ. #YRF50’

યશ ચોપરા કર્મચારી તરીકે કામ કરતા હતા
નોટમાં આદિત્યે લખ્યું કે, ‘1970માં, મારા પિતા યશ ચોપરાએ પોતાના ભાઈ શ્રી બીઆર ચોપરાની છત્ર છાયાની સુરક્ષા તોડીને ખુદની કંપની બનાવી. તે સમય સુધી તે બીઆર ફિલ્મ્સના માત્ર એક કર્મચારી હતા અને તેમની પાસે કોઈ સત્તા ન હતી.’

તે જાણતા ન હતા કે ઘંધો કઈ રીતે કરવામાં આવે. તેમને એ પણ ખબર ન હતી કે એક કંપનીને ચલાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે છે. તે સમય જો તેમની પાસે કઈ હતું તે હતી તેમની પ્રતિભા અને કઠોર પરિશ્રમ પર દ્રઢ વિશ્વાસ અને આત્મ નિર્ભર બનવાનો એક ખ્વાબ.

વી. શાંતારામે ઓફિસ માટે રૂમ આપ્યો હતો
એક ક્રિએટિવ વ્યક્તિના તે જ સંકલ્પે યશરાજ ફિલ્મ્સને જન્મ આપ્યો. રાજકમલ સ્ટુડિયોના માલિક શ્રી વી. શાંતારામે તેમને તેમની ઓફિસ માટે તેમના સ્ટુડિયોમાં એક નાનો રૂમ આપી દીધો. ત્યારે મારા પિતાજીને એવી ખબર ન હતી કે તે નાના રૂમથી શરૂ કરેલી તે નાની એવી કંપની એક દિવસ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ કંપની બની જશે.

પિતાને મારા વિચારો પર ઘણો વિશ્વાસ હતો
1995માં જ્યારે યશરાજ ફિલ્મ્સ (YRF)એ તેના 25મા વર્ષમાં એન્ટ્રી લીધી, તો મારી પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થઇ. તે ફિલ્મની ઐતિહાસિક સફળતાએ મારી અંદર તે આત્મવિશ્વાસ પેદા કર્યો કે હું જુનુનથી ભરપૂર મારા વિચારોને સાકાર કરું જે મેં YRFના ભવિષ્ય માટે વિચારી રાખ્યા હતા. મારા પ્રત્યે મારા પિતાના અસીમ પ્રેમ સિવાય, મારી ફિલ્મની ચમત્કારિક સફળતાને કારણે હવે તેમને મારા વિચારો પર પણ ઘણો વિશ્વાસ હતો.

મેં કોર્પોરેટ સ્ટુડિયોઝના ઈરાદાને માપી લીધા હતા
મેં ઇન્ટરનેશનલ કોર્પોરેટ સ્ટુડિયોઝના ભારત આવવાના અને અમારા બિઝનેસને કન્ટ્રોલમાં લેવાના તેમના ઈરાદાને પહેલાં જ માપી લીધા હતા. હું ઈચ્છતો હતો કે અમે તેમના આવ્યા પહેલાં જ એક એવો નિશ્ચિત સ્કેલ પ્રાપ્ત કરી લઈએ જેની મદદથી અમારી સ્વતંત્રતાને કાયમ રાખી શકીએ.

મારા પિતાએ તેમની પારંપારિક માનસિકતાથી વિપરીત ઘણી બહાદુરીથી મારી બધી સાહસિક પહેલને વખાણી અને 10 વર્ષના ટૂંકા સમયમાં અમે એક ફિલ્મ પ્રોડક્શન હાઉસથી ભારતના પહેલા સંપૂર્ણ રીતે એકીકૃત સ્વતંત્ર ફિલ્મ સ્ટુડિયો બની ગયા.

પરંપરા અને આધુનિકતાનું સંતુલન છે યશરાજ
છેલ્લા 5 દશક દરમ્યાન, YRF મૂળ રૂપથી એક એવી કંપની રહી છે જેના મૂળ પારંપારિક મૂલ્યોથી સજ્જ છે અને તેનો બિઝનેસ વ્યૂપોઇન્ટ બ્રોડ છે. પરંતુ આ સાથે જ આ ભવિષ્ય તરફ જોનારી એક એવી કંપની છે જે વર્તમાન સમયની ફેમસ ટેક્નોલોજી અને ઇનોવેશનને અપનાવવા માટે હંમેશાં પ્રયાસ કરતી રહી છે. પરંપરા અને આધુનિકતાનું આ યોગ્ય સંતુલન યશરાજ ફિલ્મ્સને ખરા અર્થમાં દર્શાવે છે.

અમારી સફળતાનું સિક્રેટ ‘લોકો’ છે
આજે યશરાજ ફિલ્મ્સ 50મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. માટે આ નોટ લખવા સમયે, હું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આખરે આ 50 વર્ષની સફળતાનું સિક્રેટ શું છે? શું આ યશ ચોપરાની રચનાત્મક પ્રતિભા છે? શું આ તેમના 25 વર્ષના જિદ્દી બાળકનું સાહસિક વિઝન છે? કે આ બધું બસ નસીબથી થઇ ગયું? આમાંથી એકપણ કારણ નથી. આ સફળતાનું કારણ છે… લોકો. તે લોકો જેણે છેલ્લા 50 વર્ષોમાં YRFની દરેક ફિલ્મમાં કામ કર્યું છે. મારા પિતાજી એક શાયરની અમુક પંકિતઓથી તેમના સફરનું વર્ણન કરતા હતા… મેં અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝિલ… લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા. મને આ વાતને સંપૂર્ણ રીતે સમજવામાં 25 વર્ષ લાગ્યા. YRF 50નું સિક્રેટ ‘લોકો’ છે.

તે કલાકાર જેમણે પોતાની આત્મા નીચોવીને રોલમાં નાખી. તે ડિરેક્ટર્સ જેમણે પોતાની ફિલ્મોમાં પરફેક્શન આપ્યું. તે લેખક જેમણે યાદગાર સ્ટોરી લખી. તે ગીતકાત અને સંગીતકાર જેમણે આપણને એવા ગીત આપ્યા જે આપણા જીવનનો હિસ્સો બની ગયા. તે સિનેમેટોગ્રાફર્સ અને પ્રોડક્શન ડિઝાઇનર્સ જેમણે આપણા મગજ પર ક્યારેય ન જાય તેવા દ્રશ્યો છોડ્યા. તે કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ, મેક અપ અને હેર સ્ટાઇલિસ્ટ જેમણે સામાન્ય દેખાતા લોકોને પણ સુંદર બનાવી દીધા. તે કોરિયોગ્રાફર્સ, જેમણે આપણને એવા ડાન્સ સ્ટેપ્સ આપ્યા જે આપણા બધા ફંક્શનનો હિસ્સો છે. તે સ્પોટ બોય્ઝ, લાઇટમેન, સેટિંગ વર્કર્સ, ડ્રેસમેન, જુનિયર આર્ટિસ્ટ, સ્ટંટમેન, ડાન્સર્સ અને ક્રૂનો દરેક સભ્ય જેણે અમારી બધી ફિલ્મો માટે પરસેવો પાડ્યો. તે સિનિયર એક્સિક્યુટિવ અને YRFના દરેક કર્મચારી જેમણે કોઈ પર્સનલ ફેમની આશા કે મોહ રાખ્યા વગર અથાગ પરિશ્રમ કર્યો. અને અંતમાં દર્શક, જેમણે અમારી ફિલ્મોને તેમનો પ્રેમ અને વિશ્વાસ આપ્યો. આ લોકો અમારી 50 વર્ષની સફળતાનું સિક્રેટ છે. હું YRFના દરેક કલાકાર, વર્કર, કર્મચારી અને દર્શક પ્રતિ મારો આભાર વ્યક્ત કરું છું. હું આ 50 વર્ષ તમને બધાને સમર્પિત કરું છું, તમે છો તો YRF છે.

પરંતુ આ કલાકારો અને વર્કર્સે માત્ર YRF ને જ નહીં પણ આખી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બનાવી છે. આ માત્ર YRF ની નહીં પણ આખી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા છે જેને પોતાની મહેનતથી સફળ થવાનું સપનું જોનારા એક વ્યક્તિને દુનિયાનો એક આત્મનિર્ભર અને સાચા અર્થમાં સ્વતંત્ર સ્ટુડિયો બનાવવાનું પ્લેટફોર્મ આપ્યું. આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે દરેક કલાકાર અને વર્કરને પોતાનું અને તેના પરિવારનું જીવન સુંદર બનાવવાનો સમાન અવસર આપે છે.

કલાકારો, વર્કર્સ અને કર્મચારીઓના મારા સંપૂર્ણ YRF પરિવાર તરફથી YRFની આ મહાન વિરાસતનો હિસ્સો બનવાની તક આપવા માટે હું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આભારી છું. આ તે ઇન્ડસ્ટ્રી છે જ્યાં મારી મુલાકાત એકદમ શાનદાર, પ્રતિભાશાળી અને સુંદર લોકો સાથે થઇ. આ તે ઇન્ડસ્ટ્રી જે જેનો હું દરેક જન્મમાં હિસ્સો બનવા ઈચ્છું છું… કોઈપણ રૂપમાં બનું.

આદિત્ય ચોપરા 27 સપ્ટેમ્બર, 2020

Source by [author_name]