WHOના કહેવા પ્રમાણે, સક્રિય દર્દીઓ વધવાનો દર સતત 14 દિવસ શૂન્યથી નીચે રહેશે તો કોરોનાનું પિક આવ્યાનું માની લેવાશે.
- જેટલા નવા દર્દીઓ મળ્યા, તેનાથી વધુ લોકો સાજા થયા
- 21 રાજ્યમાં સારા સંકેત, 15 રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે
કોરોનાકાળમાં અત્યાર સુધી આપણે સાંભળતા-વાંચતા રહ્યા છીએ કે દર્દીઓ કેટલા દિવસમાં બમણા થઈ રહ્યા છે. જોકે, હવે પાંચ મહિના પછી સતત 9 દિવસ સક્રિય દર્દીઓ વધવાનો દર શૂન્યથી નીચે જતો રહ્યો છે, એટલે તેની ગણતરી પણ બદલાઈ ગઈ છે. 20થી 28 સપ્ટેમ્બર સુધી સક્રિય દર્દીઓ વધવાનો સરેરાશ દર – 0.21% થઈ ગયો છે. આ જ ટ્રેન્ડ રહ્યો તો આગામી 102 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને અડધી થઈ જશે.
ડબ્લ્યુએચઓના કહેવા પ્રમાણે, સક્રિય દર્દીઓ વધવાનો દર સતત 14 દિવસ શૂન્યથી નીચે રહેશે તો કોરોનાનું પિક આવ્યાનું માની લેવાશે. આ જ આધારે અમેરિકા, બ્રાઝિલ અને યુરોપિયન દેશો પોતાને ત્યાં કોરોના પિક જાહેર કરી ચૂક્યા છે.
આ રીતે બદલાતા રહ્યા આંકડા, 9 દિવસમાં 56,298 સંક્રમિત દર્દી ઓછા
તારીખ | કુલ સક્રિય દર્દી |
20 | 10,03,337 |
21 | 9,75,636 |
22 | 9,68,456 |
23 | 9,66,506 |
24 | 9,70,322 |
25 | 9,61,361 |
26 | 9,56,411 |
27 | 9,62,990 |
28 | 9,47,039 |
દેશમાં 20થી 28 સપ્ટેમ્બર વચ્ચે કુલ 56,298 સક્રિય દર્દી ઘટ્યા છે, જેમાંથી 35,818 એકલા મહારાષ્ટ્રમાં છે.

21 રાજ્યમાં સારા સંકેત, 15 રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે.
સૌથી સંક્રમિત ત્રણ દેશમાં હવે દર્દીઓ નથી વધી રહ્યા

સૌથી સંક્રમિત ત્રણ દેશમાં હવે દર્દીઓ નથી વધી રહ્યા.

અમેરિકામાં દુનિયાના એક તૃતીયાંશ સક્રિય દર્દી.