સેરેનાએ કહ્યું કે, ‘મને લાગે છે કે, મારે ચારથી છ સપ્તાહ સુધી આરામ કરવાની જરૂર છે. ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.’

  • 3 વખતની પૂર્વ ચેમ્પિયન સેરેનાને પિરોનકોવા સામે રમવાનું હતું

પગની ઈજાને કારણે સેરેના વિલિયમ્સને ફ્રેન્ચ ઓપનના ચોથા દિવસે જ ટૂર્નામેન્ટમાંથી નીકળી જવું પડ્યું છે. અમેરિકાની સેરેના બીજા રાઉન્ડમાં બુલ્ગારિયાની સ્વેતાના પિરોનકોવા સામે રમવાની હતી.

સેરેનાએ કહ્યું કે, ‘મને લાગે છે કે, મારે ચારથી છ સપ્તાહ સુધી આરામ કરવાની જરૂર છે. ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.’ સેરેનાના નિકળવાથી 33 વર્ષની બિનક્રમાંકિત પિરોનકોવા કારકિર્દીમાં ત્રીજી વખત ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.

સ્વિતોલિના અને વાવરિન્કા ત્રીજા રાઉન્ડમાં
પૂર્વ વર્લ્ડ નંબર-1 વિક્ટોરિયા અઝારેન્કા ઉલટફેરનો શિકાર થઈ છે. બીજા રાઉન્ડમાં તે સ્લોવાકિયાની એના કેરોલિના સામે 6-2, 6-2થી હારી ગઈ. મહિલા સિંગલ્સમાં ત્રીજી સીડ એલિના સ્વિટોલિનાએ મેક્સિકોની રેનાટા જારાજુઆને 6-3, 0-6, 6-2થી, કિકી બર્ટેન્સે સારા ઈરાનીને 7-6, 3-6, 9-7 અને આર્યના સબાલેન્કાએ જેસિકા પેગુલાને 6-3, 6-1થી હરાવી.

Source by [author_name]