પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 302 રન સાથે ટોપ પર છે, પરંતુ પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે.
- કિંગ્સ ઈલેવન પંજાબે માત્ર એક જ મેચ જીતી છે, 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને : ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી
- લોકેશ રાહુલ 302 રન બનાવીને ટોપ પર છે, પરંતુ પ્રારંભિક 6 ઓવરોમાં સ્ટ્રાઈક રેટ ઓછો
રવિવારે ચેન્નઈ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 10 વિકેટે હરાવી. આ પંજાબનો વર્તમાન સિઝનનો 5 મેચમાં ચોથો પરાજય છે. આ વખતે લીગ યુએઈમાં રમાઈ રહી છે. 2014માં પણ લીગની કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી, ત્યારે પંજાબે તમામ 5 મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સને 2014માં તમામ 5 મેચમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે, આ સિઝનમાં તે 4માંથી 3 મેચ જીતી ટોપ પર છે. પંજાબના 4 પરાજય સાથે તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી બની ગઈ છે. પંજાબ હજુ સુધી લીગમાં ચેમ્પિયન બની શક્યું નથી.
રાહુલ 2018માં 100 બોલ પર 158 રન બનાવતો હતો, હવે માત્ર 120 રન
- પંજાબનો કેપ્ટન કેએલ રાહુલ 302 રન સાથે ટોપ પર છે, પરંતુ પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે.
- શરૂઆતની 6 ઓવરમાં તેના બેટિંગ સ્ટ્રાઈક રેટમાં 2018ની સરખામણીએ 38 રનનો ઘટાડો થયો છે. જે ત્રણ સિઝનમાં સૌથી ઓછો છે.
- રાહુલ 120ના સ્ટ્રાકી રેટ એટલે કે 100 બોલ પર 120 રન બનાવી રહ્યો છે. તે 2018માં 158 રન બનાવતો હતો.
પંજાબના બોલરો ડેથ ઓવરોમાં 15થી વધુની ઈકોનોમીથી રન આપી રહ્યા છે
ડેથ ઓવર એટલે કે 16થી 20 ઓવરની વચ્ચે પંજાબના બોલરોનું પ્રદર્શન સૌથી ખરાબ છે. ટીમના બોલરો દરેક ઓવરમાં સરેરાશ 15થી વધુ રન આપી રહ્યા છે. ચેન્નઈનું ડેથ ઓવરોમાંં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ચેન્નઈએ આ ઓવરોમાં સૌથી વધુ 11 વિકેટ લીધી છે.
ટીમ | ઈકોનોમી |
પંજાબ | 15.07 |
બેંગલુરુ | 13.35 |
હૈદરાબાદ | 11.53 |
રાજસ્થાન | 11.16 |
કોલકાતા | 10.84 |
મુંબઈ | 10.75 |
દિલ્હી | 10.65 |
ચેન્નઈ | 10.3 |
ચેન્નઈના બેટ્સમેનોએ પાવરપ્લેની રણનીતિ બદલી
પંજાબ વિરુદ્ધ મેચથી પહેલા ચેન્નઈના બેટ્સમેન પાવરપ્લેમાં સરેરાશ 40 રન બનાવતા હતા. જે સૌથી ઓછા હતા. જોકે, પંજાબ વિરુદ્ધ ચેન્નઈના બેટ્સમેનોએ 60 રન બનાવ્યા. આ અગાઉ પાવર પ્લેમાં પ્લેસિસનો સ્ટ્રાઈક રેટ 117 હતો, જે વધીને 190 થઈ ગયો.
દુબઈમાં પ્રથમ વખત કોઈ ટીમે ચેઝ કરીને મેચ જીતી
ચેન્નઈએ દુબઈમાં પંજાબ વિરુદ્ધ ચેઝ કરીને મેચ જીતી. મેદાન પર પ્રથમ વખત કોઈ ટીમે ચેઝ કરીને વિજય મેળવ્યો છે. આ અગાઉની તમામ 7 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી હતી, જેમાં બે મેચમાં સુપર ઓવર પણ થઈ હતી.
સૌથી લાંબો છગ્ગો મારવાનો રેકોર્ડ રાજસ્થાનના આર્ચરના નામે
લીગમાં સૌથી વધુ 16 છગ્ગા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન સંજુ સેમસને લગાવ્યા છે, પરંતુ સૌથી લાંબો છગ્ગો રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ફટકાર્યો છે. ચેન્નઈ વિરુદ્ધ આર્ચરે 105 મીટરનો છગ્ગો માર્યો હતો.
બે ખેલાડીએ 100 મી. લાંબા છગ્ગા માર્યા
ખેલાડી | છગ્ગાની લંબાઈ | છગ્ગા |
જોફ્રા આર્ચર | 105 | 8 |
શેન વોટ્સન | 101 | 8 |
શ્રેયસ અય્યર | 99 | 9 |
નિકોસ પૂરન | 97 | 8 |
કીરોન પોલાર્ડ | 97 | 13 |
લીગમાં સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ રાહુલને નામે
ખેલાડી | ટીમ | ચોગ્ગા |
રાહુલ | પંજાબ | 31 |
મયંક | પંજાબ | 27 |
પ્લેસિસ | ચેન્નઈ | 26 |
પડ્ડીકલ | બેંગલુરુ | 19 |
સૂર્યકુમાર | મુંબઈ | 16 |