નાણા મંત્રાલય સરકારી બેન્કોમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન રૂ. 20,000 કરોડની મૂડી સહાય પ્રદાન કરશે. સંસદમાં 2020-21 માટે ગ્રાન્ટ માટેની સપ્લિમેન્ટરી ડિમાન્ડની પ્રથમ બેન્ચના ભાગરૂપે સરકારી બેન્કોમાં રૂ. 20,000 કરોડની મૂડી ઠાલવવા મંજૂરી મળી છે. કોવિડ-19 મહામારીના લીધે સર્જાયેલી કટોકટીનો સામનો કરવા માટે રેકોર્ડ રૂ. 2.35 લાખ કરોડના વધારાના રોકાણની માગ કરી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં રેગ્યુલેટરી મૂડી જરૂરિયાતો પહોંચી વળવા માટે મૂડી ઠાલવવામાં આવશે. બીજા ત્રિમાસિકમાં જે બેન્કોને મૂડીની જરૂર છે તેને અલગ તારવાશે. જેની ગણના રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ અનુસાર થશે.

2019-20માં સરકારે ઈકોનોમી મજબૂત બનાવવા માટે સરકારી બેન્કોમાં રૂ. 70,000 કરોડની મૂડી ઠાલવી હતી. પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 16,091 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂ. 11,768 કરોડ, કેનેરા બેન્ક અને ઈન્ડિયન બેન્કમાં રૂ. 6571 કરોડ અને રૂ. 2534 કરોડ ઠાલવવામાં આવ્યા હતા. અલાહાબાદ બેન્કમાં રૂ. 2153 કરોડ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ. 1,666 કરોડ, આંધ્રપ્રદેશ બેન્ક રૂ. 200 કરોડની સરકારી સહાય કરી હતી. બેન્ક ઓફ બરોડામાં રૂ. 7000 કરોડ, ઈન્ડિયન ઓવરસિઝ બેન્કમાં રૂ. 4360 કરોડ અને યુકો બેન્કમાં રૂ. 2142 કરોડ, પંજાબ એન્ડ સિંધ બેન્ક રૂ. 787 કરોડ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ. 3353 કરોડ મેળવ્યા હતા.

પસંદગીની રિટેલ લોન પર SBIની પ્રોસેસિંગ ફી માફ
રિટેલ લોન અને ઓનલાઇન વ્યવસાય વધારવા માટે એસબીઆઈએ તેની ઇન્ટિગ્રેટેડ રેટેડ ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ- યોનો મળતી પર્સનલ લોન, કાર લોન અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી 100 ટકા માફ કરવાની જાહેરાત કરી હતી. બેન્ક ગ્રાહકોને 7.5 ટકાના નીચા દરે કાર લોન ઓફર કરે છે. તેમજ અમુક લોન પર પણ 100 ટકા પ્રોસેસિંગ પી માફ કરશે. વર્તમાન ક્રાઈસિસમાં વ્યક્તિગત લોનમાં વેગ મળે તે હેતુ સાથે પર્સનલ લોનના વ્યાજદર 9.6 ટકા કર્યો છે.

Source by [author_name]