• મહેન્દ્ર સિંહ ધોનીએ 2019માં ધોની એન્ટરટેનમેન્ટ મીડિયા કંપની સ્ટાર્ટ કરી હતી
  • ઓગસ્ટ 2020માં માહીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની હાલ તો IPLમાં વ્યસ્ત છે. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન IPLની 13મી સીઝન જીતવા માટે ટીમને લીડ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની હવે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વધુ રસ દેખાડી રહ્યા છે. ગયા વર્ષે માહીએ ધોની એન્ટરટેનમેન્ટ નામની મીડિયા કંપની ખોલી હતી. હવે આ કંપની એક અઘોરીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહી છે.

આ વેબ સિરીઝ એક નવા લેખકની બુક પર આધારિત છે. તે પૌરાણિક અને સાયન્સ ફિક્શન છે. આ એક એવા રહસ્યમય અઘોરીની સ્ટોરી છે, જે એક ઘણા ડેવલપ્ડ ઓર્ગેનાઇઝેશનના હાથમાં આવી જાય છે.

પ્રયત્ન છે કે સ્ટોરીને સારી રીતે પડદા પર લાવીએ: સાક્ષી
ધોનીની પત્ની અને કંપનીની મેનેજિંગ ડિરેક્ટર સાક્ષીએ જણાવ્યું કે, આ વેબ સિરીઝ ચોંકાવનારું એડવેન્ચર રહેશે. બુક માયથોલોજિકલ સાયન્સ ફિક્શન પર આધારિત છે. જ્યારે આ અઘોરી એક ઓર્ગેનાઈઝના હાથમાં આવે છે તો પ્રાચીન વિશ્વાસ અને ભવિષ્યના રહસ્ય ખૂલે છે. અમારો પ્રયાસ રહેશે કે અમે બ્રહ્માંડના દરેક પહેલુંઓને સામેલ કરીએ અને દરેક રોલ અને તેની સ્ટોરીને પડદા પર લાવીએ. અમે આને સારી રીતે પડદા પર લાવીશું.

કાસ્ટ અને શૂટિંગ લોકેશન નક્કી કરવાનું કામ ચાલું
તેણે કહ્યું કે આ બુક પર ફિલ્મ બનાવવા કરતા બેટર રહેશે કે આના પર વેબ સિરીઝ બનાવવામાં આવે. તે અમારો હેતુ વધુ સારી રીતે પાર પાડશે. આ સિરીઝની કાસ્ટ અને શૂટિંગ માટે લોકેશન નક્કી કરવાનું કામ ચાલું થઇ ગયું છે. તેમણે 2019માં એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. તેનું નામ ‘રોર ઓફ લાયન’ હતું. આ ડોક્યુમેન્ટરી ચેન્નઈ સુપરકિંગ્સ પર પ્રતિબંધ બંધ IPLમાં કમબેક આધારિત હતી અને તેનું ડિરેક્શન કબીર ખાને કર્યું હતું.

Source by [author_name]