ફોટો ફ્રાન્સના માર્સેલીમાં આવેલા ઓલ્ડ બંદરનો છે. કોરોના વાયરસને કારણે લોકો માસ્ક પહેરેલા જોવા મળે છે. દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 લાખથી વધુ થઈ ગઈ છે. -ફાઇલ ફોટો

  • દુનિયામાં 9.92 લાખથી વધુ લોકોના મૃત્યુ, 2.41 કરોડથી વધુ લોકો થયા સાજા
  • અમેરીકામાં 71.85 લાખ લોકોને સંક્રમણ, 2.07 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

દુનિયાભરમાં કોરોનાના કેસનો આંક 3.28 કરોડથી વધુ થયો છે. સાજા થનાર લોકોની સંખ્યા 2 કરોડ 41 લાખ 99 હજાર 330થી વધુ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 9 લાખ 94 હજાર 311 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7523 કેસ સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે 22 જૂન બાદ એક જ દિવસમાં મળનારો આ સૌથી મોટો આંક છે. દેશમાં 11 લાખ 43 હજાર 571 કેસ નોંધાઈ ચૂક્યા છે. શનિવારે 169 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ દેશમાં મૃત્યુઆંક 20,225 થયો છે.

આ 10 દેશોમાં કોરોનાની સૌથી વધુ અસર

દેશદર્દીઓમૃત્યુસાજા થયા
અમેરિકા72,45,5332,08,48344,81,029
ભારત59,08,74893,44048,49,584
બ્રાઝિલ46,92,5791,40,70940,40,949
રશિયા11,43,57120,2259,40,150
કોલંબિયા7,98,31725,1036,87,477
પેરૂ7,94,58432,0376,50,948
સ્પેન7,35,19831,232उपलब्ध नहीं
મેક્સિકો7,20,85875,8445,18,204
અર્જેંટીના6,91,23515,2085,46,924
સાઉથ આફ્રિકા6,68,52916,3125,99,149

જોનસન એન્ડ જોનસન પણ કોરોના વેક્સિન વિકસાવી રહ્યું છે

અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની જોનસન એન્ડ જોનસન પણ કોરોના વેક્સિન વિકસાવી રહ્યું છે. અત્યારે તેના ટ્રાયલ ચાલી રહ્યા છે. એક અહેવાલ મુજબ, તેના સિંગલ ડોઝના પરિણામ ખૂબ સારા આવ્યા છે અને આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે- સેફ્ટી પ્રોફાઇલ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સિંગલ ડોઝનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ આગામી ક્લિનિકલ ટ્રાયલ્સમાં મદદ કરશે. આ વેક્સિનનું નામ Ad26.COV2.S છે. આ કોરોનાના સંક્રમણથી બચાવવામાં અસરકારક સાબિત થશે.

Ad26.COV2.S એ અમેરિકામાં તૈયાર થઈ રહેલી ચોથી એવી વેક્સિન છે, જેમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વચન આપ્યું છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકામાં 10 કરોડ વેક્સિન ઉપલબ્ધ થશે. તેમનું કહેવું છે કે 3 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે.

બ્રાઝિલ : રિયો કાર્નિવલ ટળ્યો

બ્રાઝિલ અને દુનિયામાં પ્રસિદ્ધ રિયો ડિ જેનેરિયોને હાલમાં ટાળવામાં આવ્યો છે. 100 વર્ષમાં આ પહેલી વખત બન્યું છે કે જ્યારે રિયો કાર્નિવલ ટાળવામાં આવ્યો હોય. બ્રાઝિલમાં લગભગ 46 લાખ લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું છે, જ્યારે મૃત્યુઆંક 1 લાખ 40 હજારથી વધુ પહોચ્યો છે. રિયો કાર્નિવલનું આયોજન સાંબા સ્કૂલ કરે છે. તેણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમે કોવિડ- 19ના કારણે આ આયોજન ટાળી રહ્યા છીએ. આ વાતની સંભાવના એકદમ ઓછી છે કે વેક્સિન આવ્યા પહેલા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.

બ્રાઝિલની રાજધાની રિયોમાં દર વર્ષે યોજાનારી રીઓ કાર્નિવલ આ વર્ષે નહીં થાય. તેના આયોજક સામ્બા સ્કૂલે કહ્યું - રિયો કાર્નિવલ 100 વર્ષમાં પ્રથમ વખત સ્થગિત થઈ રહ્યો છે. (ફાઇલ)

બ્રાઝિલની રાજધાની રિયોમાં દર વર્ષે યોજાનારી રીઓ કાર્નિવલ આ વર્ષે નહીં થાય. તેના આયોજક સામ્બા સ્કૂલે કહ્યું – રિયો કાર્નિવલ 100 વર્ષમાં પ્રથમ વખત સ્થગિત થઈ રહ્યો છે. (ફાઇલ)

પેરૂ : ઈમરજન્સી 31 ઓકટોબર સુધી લંબાવાઇ

કોરોના સંક્રમણની બીજી લહેરને લઈને લેટિન અમેરિકન દેશ પેરૂએ કડક વલણ અપનાવ્યું છે. અહિયાં ઈમરજન્સી 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવી છે. પ્રેસિડેન્ટ માર્ટિન વિજકારાએ કહ્યું- એ વાતની સંભાવના છે કે આ ઈમરજન્સી વર્ષના અંત સુધી લાગુ થઈ શકે છે. જો કે હાલમાં ઈમરજન્સીને 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવી છે. પેરૂના આરોગ્ય મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે- અમે જાણીએ છીએ કે પ્રતિબંધના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પણ, કોરોનાથી બચવા માટે નો હાલમાં એક જ ઉપાય છે કે આપણે સાવધાન રહીએ. માસ્ક અને સેનિટાઈઝનું ખાસ ધ્યાન રાખીશું

પેરુમાં રાષ્ટ્રપતિએ હેલ્થ ઈમરજન્સીને 31 ઓક્ટોબર સુધી વધારી દીધુ છે. તેણે એમ પણ કહ્યું છે કે તેને વર્ષના અંત સુધી લંબાવી શકાય છે. (ફાઇલ)

પેરુમાં રાષ્ટ્રપતિએ હેલ્થ ઈમરજન્સીને 31 ઓક્ટોબર સુધી વધારી દીધુ છે. તેણે એમ પણ કહ્યું છે કે તેને વર્ષના અંત સુધી લંબાવી શકાય છે. (ફાઇલ)

ઓસ્ટ્રેલિયા : વધુ એક રાજીનામું

વિકટોરિયાના આરોગ્ય મંત્રી જેની મિકાકોસે રાજીનામું આપી દીધું છે. જેની પર આરોપ હતો કે તેમણે ક્વોરેન્ટાઈન સુવિધા માટે હોટલોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પણ, આ ઉપરાંત વધતાં સંક્રમણ મામલે તેમની નિષ્ફળતાને મીડિયાએ સતત પ્રકાશ પાડ્યો. ઓસ્ટ્રેલિયા અત્યારે સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધોમાં કોઈ જ પ્રકારની ઢીલ આપવામાં નહીં આવે.

ઓસ્ટ્રેલિયામાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કેટલાક ભાગોમાં પ્રતિબંધનો વિરોધ થાયો તો સરકારે સેના તૈનાત કરી દીધી છે. વિકટોરિયાના આરોગ્ય મંત્રીએ રાજીનામું આપી દીધું છે. -ફાઇલ

ઓસ્ટ્રેલિયામાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કેટલાક ભાગોમાં પ્રતિબંધનો વિરોધ થાયો તો સરકારે સેના તૈનાત કરી દીધી છે. વિકટોરિયાના આરોગ્ય મંત્રીએ રાજીનામું આપી દીધું છે. -ફાઇલ

ફિનલેન્ડમાં ચેપગ્રસ્ત લોકોને ઓળખવાનો નવો પ્રયાસ​​​​​​​

ફિનલેન્ડની સરકારે હેલસિંકે એરપોર્ટ પર ચેપગ્રસ્તને ઓળખવા માટે સ્નિફર ડોગ ગોઠવી દીધા છે. આ માટે આ ડોગ યુનિટને વિશેષ તબીબી તાલીમ આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ સ્નિફર ડોગ યુનિટ 10 મિનિટમાં 100% ચેપગ્રસ્ત વ્યક્તિને યોગ્ય રીતે ઓળખી શકશે. હાલમાં, આ યુનિટને હેલસિંકે યુનિવર્સિટીની દેખરેખ હેઠળ ટ્રાયલ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. તેની સમીક્ષા થોડા દિવસ પછી કરવામાં આવશે. જો પરિણામો યોગ્ય રહ્યા તો આ પ્રક્રિયા ચાલુ રહેશે. આપણે જણાવી દઈએ કે આ પહેલાં આ સ્નિફર ડોગ યુનિટ દ્વારા મેલેરિયા અને કેન્સર જેવા રોગોથી પીડિત લોકોને ઓળખવામાં આવ્યા છે.

એરપોર્ટ પર આવતા મુસાફરોને કપડુ આપવામાં આવશે. આનાથી તેઓ તેમનું ગળું અને ચહેરો સાફ કરશે. કપડાને એક બોક્સમાં મૂકવામાં આવશે. એક અલગ બૂથ પર ડોગ હેન્ડલર આ બોક્સને બીજા ઘણાં બોક્સ સાથે રાખશે. ડોગ તેમાંથી કોરોના વાયરસ ધરાવતા બોક્સ ઓળખશે. એક ડોગ એક બોક્સની ઓળખ કરશે.

Source by [author_name]