- દેખાવકારો શિક્ષકોની ભરતીમાં બિનઅનામત જગ્યાઓને અનામત કરવાની માંગ કરી રહ્યા છે
- પોલીસ પર પથ્થરમારો કરાયો, SSP, DSP સહિત 11 પોલીસ કર્મચારી ઘાયલ
રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતીમાં બિન અનામત જગ્યાને અનામતમાં ફેરવવાની માંગને લઈને બીજા દિવસે પણ પ્રદર્શન યથાવત રહ્યું હતું. દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો. ગાડીઓ અને પેટ્રોપ પંપમાં આગ લગાવી, CCTV કેમેરા તોડી નાખ્યા. સિસોદમાં મોતલીમોડ વચ્ચે પાંચ કિમીના વિસ્તાર પર 24 કલાકથી દેખાવકારોએ કબજો કર્યો છે.
ટોળાએ એક ટ્રક ઉપર કબજો કરી લીધો છે અને તેમા બેસીને પોલીસ પર હુમલો કર્યો. વાતચીત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળે પણ પરત આવવું પડ્યું.
મુખ્યમંત્રી અશોક ગહેલોતનું ટ્વિટ
डूंगरपुर में उपद्रव एवं हिंसक प्रदर्शन बेहद दुर्भाग्यपूर्ण है। विरोध करने के संवैधानिक अधिकार का इस्तेमाल हो,शांतिपूर्ण प्रदर्शन हों लेकिन कानून को अपने हाथ में लेने का किसी को अधिकार नहीं है।प्रदर्शनकारियों से मेरी अपील है कृपया शांति एवं कानून-व्यवस्था बनाए रखने में सहयोग करें।
— Ashok Gehlot (@ashokgehlot51) September 25, 2020

દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો
