આ ફોટો દીપિકા પાદુકોણનો NCB ગેસ્ટ હાઉસમાં જતા સમયનો છે. તેને પણ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

  • આ પહેલાં NCBના ચાર કર્મચારી અને એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા

એક્ટર સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના 20 અધિકારી અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ, ઇન્દોર, બેંગ્લોર અને ચેન્નઈથી NCBના અધિકારીઓને મુંબઈ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા મોટા અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મુંબઈ બહારથી આવેલા અધિકારીને એક ગેસ્ટ હાઉસમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

NCBના સૂત્રો મુજબ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ટીમે જેટલા લોકોની પૂછપરછ કરી અથવા મુલાકાત લીધી તે બધાને કોવિડ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ સામેલ છે. બધા આજકાલમાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. સૂત્રો એવું પણ જણાવે છે કે સંક્રમિત થયેલા મોટાભાગના લોકોમાં લક્ષણ જોવા મળ્યા નથી.

NCBની બે ટીમ ડ્રગ્સ કેસની તપાસ કરી રહી છે
આ પહેલાં એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત NCB ઓફિસના ચાર કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી ઓફિસને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી હતી. બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલને લઈને બે ટીમ તપાસ કરી રહી છે. NCB ઓફિસમાં સુશાંત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એન્ગલની તપાસ થઇ રહી છે અને ગેટ વે ઓફ ઇન્ડિયા સ્થિત ગેસ્ટ હાઉસમાં બોલિવૂડના ડ્રગ્સ એન્ગલની તપાસ થઇ રહી છે.

Source by [author_name]