UAEમાં ચાલી રહેલી IPL અને બોલિવૂડમાં વિવાદના વંટોળ વચ્ચે શુક્રવારે બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ. આ સાથે રાજ્યમાં આચાર સંહિત પણ લાગૂ થઈ ગઈ. તો ચાલો શરૂ કરીએ આજની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ….

આજે આ 5 ઘટના પર નજર રહેશે..
1. ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પૂછપરછ કરશે.
2. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈજર્સ હૈદરાબાદ વચ્ચે અબુ ધાબીમાં ટક્કર થશે. ટોસ સાંજે 7 વાગે ઉછળશે. મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે.
3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.
4. PM મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહેન્દ્ર રાજપક્ષે વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમ્મેલન યોજાશે.
5. મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ કિસાન કલ્યાણ યોજનાનો પ્રારંભ કરશે.

હવે ગઈકાલના 6 મહત્વના સમાચાર જોઈએ

1. બિહારમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે
બિહારની 243 બેઠક પર ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. મંગળવાર 10 નવેમ્બરા રોજ પરિણામ જાહેર થશે. આ વખતે બિહારમાં 7.29 કરોડ મતદાતા છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યાને બદલે સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. કોરોનાને લીધે ચૂંટણીમાં 46 લાખ માસ્ક, 7.6 લાખ ફેસ શીલ્ડ, 23 લાખ હેન્ડ ગ્લવ્ઝ તથા 6 લાખ PPE કિટ્સનો ઉપયોગ થશે. મધ્ય પ્રદેશની 28 વિધાનસભા બેઠક સહિત 56 બેઠક પર પેટા ચૂંટણીનો નિર્ણય 29 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવે તેવી શક્યતા છે.

2. બાલાસુબ્રમણ્યમની વિદાય
ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું શુક્રવારે અવસાન થયું. તેઓ 74 વર્ષના હતા અને કોરોના સામે લડાઈ લડી રહ્યા હતા. તેમને 5 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 48 કલાકથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. પહ્મશ્રી અને પહ્મભૂષણથી સન્માનિત બાલાસુબ્રમણ્યમે 6 ભાષામાં 40 હજારથી વધારે ગીત ગાયા હતા. સાગર, એક-દુજે કે લિયે, સાજન, મેને પ્યાર કીયા તથા હમ આપકે હૈ કૌન જેવી ફિલ્મોમાં તેમના ગીત હિટ હતા.

3. દેશભરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
તાજેતરમાં સંસદમાંથી પસાર પસાર કરાયેલા કૃષિ વિધેયકના વિરોધમાં દેશભરમાં શુક્રવારે ખેડૂતોએ પ્રદર્શન કર્યું. પંજાબ અને હરિયાણામાં બંધની સૌથી વધારે અસર જોવા મળી. ખેડૂતો સવારથી માર્ગો અને રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. અનેક જગ્યાએ ચક્કાજામ કર્યો. દિલ્હી બોર્ડર તથા પશ્ચિમ UPમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે માર્ગો પર તો નિકળ્યા પણ બંધના એલાનની સામાન્ય અસર રહી.

4. ટ્રોલ થયા ગાવસ્કર
લોકડાઉન સમયે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સામે આવ્યો હતો. તેમા અનુષ્કા બોલિંગ કરતી હતી અને વિરાટ બેટિંગ કરતો હતો. ગુરુવારે રાત્રે IPL મેચમાં કોમેન્ટ્રી સમયે સુનીલ ગાવસ્કરે આ અંગે એક ટિપ્પણી કરી અને પછી સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા. અનુષ્કા તરફથી પણ કોમેન્ટ આવી કે શું તેમા મારું નામ જોડવું જરૂરી હતુ? આ નિમ્ન કક્ષાની નિવેદનબાજી ક્યારે બંધ થશે.

5. વોડાફોને 20 હજાર કરોડના કેસમાં જીત મેળવી
ટેલિકોમ ક્ષેત્રની કંપની વોડાફોને રૂપિયા 20 હજાર કરોડ રૂપિયાના ટેક્સ વિવાદને લગતા કેસમાં સરકાર સામે જીત મેળવી છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે સિંગાપુર સ્થિત એક ઈન્ટરનેશનલ કોર્ટમાં 12 હજાર કરોડ રૂપિયાની બાકી રકમ તથા રૂપિયા 7,900 કરોડના દંડને લગતા કેસમાં ભારત સરકાર વિરુદ્ધ જીત મેળવી છે. આ વિવાદ લાઈસન્સ ફી તથા એરવેવ્ઝના ઉપયોગ પર રેટ્રોએક્ટિવ ટેક્સ ક્લેમ (પાછોતરા સમયથી કરવેરાના દાવો)ને લઈ શરૂ થયો હતો.

6. જે ગ્રુપમાં ડ્રગ્સ ચેટ થઈ તેની એડમિન દીપિકા નિકળી
વર્ષ 2017માં જે વ્હોટ્સએપ ગ્રુપમાં દીપિકા પાદુકોણે ‘હૈશ'(હશીશ) અને ‘માલ હૈ ક્યા?’ જેવી લાઈન લખી હતી તે ગ્રુપની તે પોતે જ એડમિન હતી. ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું છે કે દીપિકા ઉપરાંત તેની મેનેજર કરિશ્મા પ્રકાશ તથા રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ તેની એડમિન હતી. કેટલાક મહિના અગાઉ આ ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું.

હવે 26 સપ્ટેમ્બરનો ઈતિહાસ….
1820: સમાજ સુધારક ઈશ્વરચંદ વિદ્યાસાગરનો જન્મ.
1888: અંગ્રેજી સાહિત્યકાર અને નોબેલ પુરસ્કારથી સન્માનિત ટીએસ ઈલિયટનો જન્મ
1923: અભિનેતા દેવાનંદનો જન્મ
2018: સુપ્રીમ કોર્ટે 12 અંકોવાળા આધાર નંબરની માન્યતા યથાવત રાખી

અને અંતે નેહરુ-ઈન્દિરા બાદ સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી રહી ચુકેલા મનમોહન સિંહની વાત કરીએ. તેમનો વર્ષ 1932માં આજના દિવસે જન્મ થયો હતો. તેઓ આજે 88 વર્ષના થઈ ગયા છે.

Source by [author_name]