દેશમાં કોરોનાને લઈ સ્થિતિ બદલાઈ રહી છે. છેલ્લા નવ દિવસ પૈકી આઠ દિવસમાં નવા સંક્રમિતોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે રહી છે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્પષ્ટપણે કહ્યું કે નવા ખેડૂત વિધેયકથી ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનોનું સારું મૂલ્ય મળશે ત્યારે ફળો-શાકભાજીનું પણ વેચાણ કરી શકશે. તો ચાલો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.

આજે આ 5 ઘટના પર નજર રહેશે
1. રોયલ ચેલેન્જર બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. ટોસ સાંજે 7 વાગે ઉછળશે. મેચ 7.30 વાગે શરૂ થશે.
2. કંગના રનૌતની ઓફિસ તોડવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટ આજે સુનાવણી કરશે.
3. આજે કોંગ્રેસ રાજભવન સુધી માર્ચ કાઢશે. સંસદમાં કૃષિ વિધેયક પસાર કરવામાં આવ્યુ તેના વિરોધમાં આ માર્ચ છે.
4. ચંડીગઢ ભાજપ તરફથી આજે કૃષિ વિધેયકના સમર્થનમાં એક મોટી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે
5. ભોપાલમાં શિવરાજ આજે 11 વાગે મેડિકલના કોરોના યોદ્ધાઓનું સન્માન કરશે.

હવે ગઈકાલના 6 સમાચાર જોઈએ
1. ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણની 6 કલાક પૂછપરછ
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની પૂછપરછ દરમિયાન દીપિકા ત્રણ વખત રડી હતી. અભિનેત્રીના આંખમાં આંસુ જોઈ અધિકારીઓએ હાથ જોડીને કહ્યું કે ઈમોશનલ કાર્ડ રમવાને બદલે આ ઘટનાને લઈ સત્ય કહો તો તે વધારે યોગ્ય રહેશે. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાતનો સ્વીકાર કર્યો છે, જોકે પોતે ડ્રગ્સનું સેવન કરવાની વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.

2. ચીન સામે લદ્દાખમાં ભારતીય સેનાની તૈયારી
લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે તણાવ છે. અહીં ઠંડીમાં રાત્રીનું તાપમાન માઈનસ 35 ડિગ્રી સુધી ઘટી જાય છે. સેનાએ 14 હજાર 500 ફૂટની ઉંચાઈ પર ચુમાર-ડેમચોક એરિયામાં T-90 અને T-72 ટેન્ક ગોઠવી છે. તે માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં દુશ્મનો પર નિશાન તાકવામાં સક્ષમ છે. (વાંચો વિગતવાર સમાચાર)

3. રાજસ્થાનમાં શિક્ષક ભરતીમાં આરક્ષણની માંગ, હિંસક પ્રદર્શન થયું
રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીમાં અનામત રાખવામાં આવતા પદો ST ઉમેદવારોથી ભરવાની માંગને લઈ ચોથા દિવસે હિંસક પ્રદર્શન થયું છે. હિંસક દેખાવકારો પહાડો પર એકત્રિત થયેલા છે. પથ્થરોથી હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો છે.તેઓ શ્રીનાથ કોલોનીમાં ઘુસ્યા હતા, અહીં 40 જેટલા હથિયારોથી સજ્જ જવાન ગોઠવવામાં આવ્યા છે. કોલોનીમાં રહેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું. અત્યાર સુધીમાં 3,300 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

4. કહાની જુહૂ બીચ પર રોજીરોટી રળતા લોકોની
મુંબઈમાં સમુદ્રના સહારે હજારો લોકોની રોજીરોટી ચાલતી હતી. UP, બિહાર, રાજસ્થાન, ઓડિશા, કેરળ જેવા રાજ્યોના લોકો અહીં કામ કરી રહ્યા હતા. મુંબઈ અનલોક થયા બાદ પણ તેઓ પરત ફરવાની હિમ્મત ભેગી કરી શકતા નથી. છ ભાઈ પાનની દુકાનથી પ્રત્યેક મહિને 40 હજાર રૂપિયા રળતા હતા. હવે આ રોજીરોટી ઠપ્પ થઈ ગઈ છે.

5. બિહારમાં 15 વર્ષ બાદ ફરી ત્રણ તબક્કામાં ચૂંટણી
બિહારમાં આ અગાઉ વર્ષ 2005માં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી 29 બેઠક જીત્યા બાદ પણ પૂરી રીતે સફળ રહી ન હતી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યુ. ઓક્ટોબરમાં ફરી ચૂંટણી યોજાઈ. પાસવાનની બેઠક ઘટીને 10 થઈ ગઈ. હવે વર્ષ 2020 છે. 15 વર્ષ બાદ સ્થિતિ આ દિશામાં આગળ વધતી દેખાય છે.

6. કોરોનાની નવી આડઅસરો, સાજા થયેલા દર્દીના વાળ ખરી રહ્યા છે
કોરોના વાઈરસ અત્યાર સુધી ફેફસાને જ નિશાન બનાવતો હતો. પણ અમેરિકામાં આ વાયરસને લીધે લોકોના વાળ ખરી રહ્યા છે. ડોક્ટરોના મતે વાળ ખરવાની સમસ્યા સાથે આવતા દર્દીની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેની પાછળનું કારણ કોરોના હોઈ શકે છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે ભોજનમાં પ્રોટીન-વિટામીન લેવું. યોગ કરવા.

હવે 28 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ
1887- ચીનના હાંગ-હો નદીમાં આવેલા પૂરને લીધે આશરે 15 લાખ લોકો માર્યા ગયા.
1929: સ્વર કોકિલા લતા મંગેશકરનો જન્મ થયો.
2004- વિશ્વ બેન્કે ભારતને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર કહ્યું

Source by [author_name]