• દીપિકા પાદુકોણ ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ આજે પૂછપરછ થશે
  • દીપિકા અને તેના મેનેજરની વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાત સામે આવી હતી

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ બાદ બોલીવૂડમાં ડ્રગ્સની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી. બન્નેને એકબીજાની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી. આ સાથે એવું કહેવામાં આવે છે કે દીપિકાની સામે બેસાડીને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. બીજી બાજુ NCBએ મોડી રાત્રે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદને પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ક્ષિતિજના ઘરેથી ગાંજો મળ્યો હતો. જોકે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રકુલપ્રીતે રિયા સાથે ડ્રગ્સને લગતી ચેટ કરી હોવાની કબૂલાત કરી હતી, જોકે પોતે ડ્રગ્સ લેતી હોવાનો ઈન્કાર કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે તે કોઈ પણ મેડિકલ ટેસ્ટ માટે તૈયાર છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે પણ ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે તેને તે ક્યારે મળી ન હતી. કોઈ પણને સામે બેસાડીને પૂછપરછ કરવા માટે તૈયાર છે.

રકુલપ્રીતે પોતાનું નિવેદન જાતે જ લખ્યુ
રકુલપ્રીતે પણ રિયાની માફક પોતાનું નિવેદન જાતે જ લખીને આપ્યુ છે. દરમિયાન NCBએ કહ્યું છે કે રિયા જ સુશાંત માટે તેના ભાઈ શોવિક મારફતે ડ્રગ્સની વ્યવસ્થા કરતી હતી. NCBએ આજે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદના ઘરે પણ દરોકો પાડ્યો હતો. તેના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. જોકે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પ્રસાદની પણ પૂછપરછ ચાલી રહી છે.

દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની આજે પૂછપરછ
દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની આજે પૂછપરછ કરવામાં આવશે. NCBએ કહ્યું કે ત્રણેયને સમય આપવામાં નહીં આવે. ત્રણેય પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલ રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં અનેક એક્ટ્રેસના નામ લીધા છે.

દીપિકાને NCB 4 પ્રથ્ન કરી શકે છે.
1. શુ તેમણે ડ્રગ્સનું સેવન કર્યું
2. જો હા, તો તેમને પૂછવામાં આવશે કે તે ક્યારે અને ક્યાંથી ડ્રગ્સ ખરીદતી હતી
3. ડ્રગ્સ માટે ચુકવણી કેવી રીતે કરવામાં આવી અને કયા લોકો સાથે ડ્રગ્સ લીધુ
4. શું તેમણે એકલાએ ડ્રગ્સનું સેવન કર્યું કે કેટલાક અન્ય લોકોએ પણ તે સાથે જોડાયેલા હતા.

દીપિકા સાથે પૂછપરછ સમયે રણવીરની ઉપસ્થિતિ અંગે NCBએ કહ્યું
NCBએ કહ્યું કે અમે કોઈ પણની પૂછપરછ કરતી વખતે સંદિગ્ધ/આરોપીને સાથે રહેવા માટે મંજૂરી આપી શકી નહીં. જો જરૂર જણાશે તો તબિબની સહાયતા લેવામાં આવી શકે છે. ઓફિસ બહાર સુધી જ કોઈને આવવા માટે મંજૂરી છે. કેટલીક પૂછપરછમાં તેનું નામ પણ આવ્યુ છે. જેથી તેને બોલાવવામાં આવી છે.
ગુરુવારે એવા સમાચાર આવ્યા હતા કે દીપિકા તેના પતિ રણવીરને NCBને અપીલ કરી છે કે પૂછપરછ સમયે તે દીપિકા સાથે રહેવા ઈચ્છે છે. રણવીરે કહ્યું કે દીપિકાને ક્યારેક ગભરાટ થાય છે માટે પૂછપરચ સમયે તેની સાથે રહેવા માટે મંજૂરી આપવામાં આવે.

રાખી સાવંતનો દાવો- સ્લિમ દેખાવા માટે અનેક એક્ટર્સ ડ્રગ્સ લઈ રહ્યા છે
રાખીએ દાવો કર્યો છે કે અનેક એવી અભિનેત્રી છે કે જે ડ્રગ્સ લઈ રહી છે. જેથી તેમને ભૂખ ન લાગે. રાખીએ કહ્યું કે મે જોયુ છે કે અનેક એક્ટર્સ પોતાને સ્લિમ અને જવાન દેખાવ જાળવી રાખવા માટે ડ્રગ્સ લઈ રહ્યા છે. મોટાભાગે વીડ (ગાંજા)નો ઉપયોગ કરે છે.કેટલાક મોટા એક્ટર ચરસ પણ પીવે છે.

Source by [author_name]