• બિહાર-ઝારખંડને છોડીને તમામ રાજ્યોમાં પુરૂષોની તુલનાએ મહિલાઓનું જીવન લાંબુ હોય છે.
  • સેન્સસ કમિશનર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા એસઆરએસ લાઈફ ટેબલ્સ, 10 વર્ષમાં 0.4 વર્ષ વધ્યું જીવન

તમારી ઉંમર કેટલી રહેવાની છે? જેનો જવાબ સામાન્ય રીતે તે વાત પર ડિપેન્ડ કરે છે કે તમારો જન્મ ક્યાં થયો છે? તમે ક્યાં રહો છો (ગામડાંમાં કે શહેરમાં કે કયા રાજ્યમાં)? તમે પુરૂષ છો કે મહિલા? જો તમે છત્તીસગઢના કોઈ ગામડાંમાં જન્મયા હોય અને એક પુરૂષ છો તો તમારી લાઈફ સરેરાશ 63 વર્ષથી ઓછી રહેવાની છે. પરંતુ, જો તમે હિમાચલ પ્રદેશમાં જન્મેલી એક મહિલા છો તો તમારી લાઈફ 81 વર્ષની પણ હોય શકે છે. એટલે કે 18 વર્ષનું અંતર તો તમારા જન્મસ્થળ, લિંગ જ નક્કી કરી આપે છે.

સેન્સસ એન્ડ રજિસ્ટ્રાર જનરલ ઓફિસે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) લાઈફ ટેબલ્સ જાહેર કર્યુ છે. જે મુજબ ભારતમાં જન્મ સમયે લાઈફ એક્સપેકટેન્સી 1970-75માં 49.7 વર્ષ હતી, જે 2014-18માં વધીને 69.4 વર્ષ થઈ ગઈ છે. 1970 અને 1990 વચ્ચે લાઈફ એક્સપેક્ટેન્સીમાં વર્ષે 2-3 વર્ષનો વધારો નોંધાયો, જ્યારે કે છેલ્લાં દશકામાં સરેરાશ ઉંમર 0.4 વર્ષ જ વધી છે.

આ રિપોર્ટ જણાવે છે કે ભારતમાં જો કોઈ બાળક એક વર્ષ સુધી જીવિત રહ્યું ગયું તો તેની જીવિત રહેવાની સંભાવના ત્રણ વર્ષ વધી જાય છે અને તે 70 વર્ષ સુધી જીવી શકે છે. માત્ર છત્તીસગઢ, આસામ અને ઉત્તરપ્રદેશમાં લાઈફ એક્સ્પેકટેન્સી 70 વર્ષથી નીચે છે. ઉત્તરપ્રદેશમાં ઈન્ફેન્ટ મોર્ટિલિટી રેટ 43 છે અને ત્યાં જો કોઈ બાળક એક વર્ષ સુધી જીવિત રહી જાય તો તેની જીવિત રહેવાની શક્યતા 4.4 વર્ષ વધી જાય છે. મધ્યપ્રદેશમાં ઈન્ફેન્ટ મોર્ટિલિટી રેટ 48 છે અને અહીં જો કોઈ વ્યક્તિ એક વર્ષ સુધી જીવિત રહી જાય તો તેની જીવતા રહેવાની સંભાવના 3.7 વર્ષ વધી જાય છે.

કેરળ અને ઉત્તરાખંડને છોડીને શહેરોમાં મહિલાઓની લાઈફ એક્સ્પેક્ટેન્સી સૌથી વધુ છે. આ રાજ્યોમાં શહેરી મહિલાઓની તુલનાએ ગામડાંઓની મહિલાઓની ઉંમર વધુ લાંબી હોય છે. જો કોઈ શહેરી મહિલાની આયુ 70 વર્ષ છે તો તેમના જીવતા રહેવાની સંભવિત આયુના મામલે જમ્મુ કાશ્મીર (86.2) સૌથી આગળ છે. જે બાદ પંજાબ (85.4) અને હિમાચલ પ્રદેશ (85.2) આવે છે. આશ્ચર્યની વાત એ છે કે એક જ રાજ્યમાં લાઈફ એક્સ્પેક્ટેન્સીમાં ઘણું મોટું અંતર જોવા મળ્યું છે. હિમાચલમાં શહેરી મહિલાઓની જીવતા રહેવાની સરેરાશ ઉંમર 80.6 વર્ષ છે, જ્યારે ગામડાંઓમાં પુરૂષોની લાઈફ એક્સ્પેક્ટેન્સી 69.2 વર્ષ એટલે કે 11.4 વર્ષ ઓછી છે.

ભારત અને સમગ્ર વિશ્વમાં મહિલાઓની લાઈફ એક્સ્પેક્ટેન્સી વધી છે. જો કે બિહાર અને ઝારખંડ આ બાબતમાં અપવાદ છે, તે પછી ગામડાંના હોય કે શહેરના. ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અને પુરૂષોની લાઈફ એક્સ્પેક્ટેન્સીનું અંતર સૌથી ઓછું (એક વર્ષથી પણ ઓછી) છે., જે બાદા આસામ અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે, જ્યાં આ અંતર બે વર્ષથી પણ ઓછું છે. હિમાચલ પ્રદેશમાં આ અંતર સૌથી વધુ છે, જ્યાં મહિલાઓની લાઈફ એક્સ્પેક્ટેન્સી પુરૂષોથી 7 વર્ષ વધુ છે. ઉત્તરાખંડ અને કેરળમાં આ અંતર 6.4 અને 5.4 વર્ષનું છે.

ભારત આજે જે સ્ટેજમાં છે, ત્યાં જાપાન 60 વર્ષ પહેલાં તો ચીન 30 વર્ષ પહેલાં હતું
યુએન હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2019 મુજબ જાપાનમાં જન્મ સમયે લાઈફ એક્સ્પેક્ટેન્સી 84.5 વર્ષ છે, જ્યારે ચીનની 76.7 વર્ષ. આજે જે સ્થિતિમાં આપણે છીએ, ત્યાં જાપાન 1960માં હતું અને ચીન 199માં. હકિકત એ છે કે
બાંગ્લાદેશ અને નેપાળમાં 1980માં ભારતથી ઓછી લાઈફ એક્સ્પેક્ટેન્સી હતી, જે હવે 72.1 અને 70.5 વર્ષ સુધી પહોંચી ગઈ છે. આપણાં ક્ષેત્રમાં પાકિસ્તાનની લાઈફ એક્સ્પેક્ટેન્સી સૌથી ઓછી 67.1 વર્ષ છે.

Source by [author_name]