• 2016 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી ટીમમાં હતી ક્વિન, ટ્રાન્સજેન્ડર હોવાનું તાજેતરમાં જાહેર કર્યું

કેનેડા મહિલા ફૂટબોલ ટીમની ખેલાડી ક્વિને તાજેતરમાં જ પોતા ટ્રાન્સજેન્ડર હોવાનું જાહેર કર્યું છે. 2013માં કેનેડા માટે ડેબ્યુ કરનારી મિડફીલ્ડર ક્વિને અત્યાર સુધી 59 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ જાહેરાત પછી પણ તે મહિલા ટીમ સાથે રમતી રહેશે. ક્વિનના અનુસાર, તેને ઘણા સમય પછી સમજાયું કે, તેની અલગ ઓળખ છે.

તેણે કહ્યું, પહેલી વખત કોલેજમાં ટ્રાન્સજેન્ડર લોકો સાથે મુલાકાત થઈ હતી. મારી ટીમના સાથી ખેલાડીઓનો સપોર્ટ મળ્યા પછી પણ તેમનું માનવું છે કે, હજુ પણ ઘણું કરવાનું બાકી છે. તેણે કહ્યું કે, ‘જે સાથી ખેલાડી મારી સાથે વાત કરવા માગે છે, હું તેમની સાથે વાત કરવા હંમેશા તૈયાર રહું છું. મને ક્યારેય એવું નથી શીખવાડવામાં આવ્યું કે, ટ્રાન્સનો અર્થ શું છે. મને લાગે છે કે, અનેક લોકો માટે આ નવું છે.’ તે આવતા વર્ષે યોજાનારી ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાની છે.

ક્વિને કહ્યું કે, ‘ઓલિમ્પિક પણ એ કારણોમાં સામેલ છે, જેના કારણે મેં મારી ઓખળ જાહેર કરી છે. કેમ કે, હું આ અંગે દુનિયામાં બતાવવા માગું છું અને ઓલિમ્પિક તેના માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે’. તે 2016માં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમમાં સામેલ હતી. તે 2019 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. તેણે કહ્યું કે, ‘આશા છે કે હું આવી પ્રથમ ખેલાડી છું અને મારા જેવા અન્ય લોકો બહાર આવશે. તેનાથી ઓલિમ્પિકમાં અન્ય ટ્રાન્સજેન્ડર એથલીટ માટે રસ્તો પણ ખુલશે’. 25 વર્ષની ક્વિનના પિતા રગ્બી ખેલાડી, જ્યારે માતા બાસ્કેટબોલ ખેલાડી હતાં.

Source by [author_name]