• ટ્રમ્પ અને બાઈડન વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ મંગળવારે ઓહિયોમાં થશે
  • ટ્રમ્પે કહ્યું- બાયડેન પોતાના સ્વાસ્થ્યની બાબતમાં પણ રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી.

અમેરીકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 માટે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ મંગળવારે 29 સપ્ટેમ્બરે યોજાશે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોકાવનારું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ડિબેટ પહેલા અથવા બાદમાં ડેમોક્રેટ ઉમેદવાર બાઈડને ડ્રગ્સનો ટેસ્ટ કરાવવો જોઈએ. હું પણ આ માટે તૈયાર છું. છેલ્લા દિવસોમાં ટ્રમ્પ અનેક વખત બાઈડનની માનસિક સ્વાસ્થ્યને લઈને સવાલ ઉઠાવી ચૂક્યા છે.

બાઈડન નિંદ્રામાં રહે છે
રવિવારે એક ટ્વીટ દ્વારા ટ્રમ્પે ફરીથી બાઈડનની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે- હું માંગ કરું છું કે નિંદ્રામાં રહેતા જો બાઇડનની પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલા અથવા પછી ડ્રગ્સની તપાસ કરવામાં આવે. હું પણ આ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. મંગળવારે યોજાનાર ડિબેટમાં ઘણા ઓછા દર્શકો ઉપસ્થિત રહેશે. ફોક્સ ન્યૂઝના એન્કર ક્રિસ વોલેસ મધ્યસ્થી બનશે. આ સિવાય કોઈ
પેનલિસ્ટ રહેશે નહીં.

બંનેની ઉમરમાં ત્રણ વર્ષનો ફર્ક
ટ્રમ્પ જો બાઈડનની વધુ ઉમરને લઈને પણ સવાલ કરી ચૂક્યા છે. બાઈડન 77 વર્ષના છે, જ્યારે ટ્રમ્પની ઉમર 74 વર્ષ છે. ટ્રમ્પે બાઈડનના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા હતા અને તેના પીઆર ટિપ્પણી પણ કરી હતી, પરંતુ તેના માટે ક્યારેય કોઈ પુરાવા આપ્યાનથી. ઓગસ્ટમાં તેમણે કહ્યું કે- મને જુઓ, પછી તેમને જુઓ. પછી અમને બંનેને જુઓ અને સરખામણી કરો. સત્ય એ છે કે ટ્રમ્પે પ્રસિદ્ધિનું સ્તર છોડી દીધું છે. બાયડેનના કેટલાક જૂના વીડિયો સાથે છેડછાડ કરીને ફોક્સ ન્યૂઝ પર ચલાવવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક રિપબ્લિકન પણ તેવું માને છે કે આવી પ્રવૃત્તિઓથી ટ્રમ્પ અભિયાનને કોઈ ફાયદો થશે નહીં.

બે વર્ષથી ખોટા નિવેદનો આપી રહ્યા છે ટ્રમ્પ
બાઈડનના સ્વાસ્થ્ય પર નિશાન સાધવાના પ્રયાસ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જ શરૂ નથી કર્યા. તેઓ 2018થી આ પ્રયાસો કરી રહ્યા છે. લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં કે ભાષણમાં ટ્રમ્પે બાઈડનને એવા નેતા ગણાવ્યા જે હંમેશા નિંદ્રામાં જ રહે છે. તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવતા નિશાન લગાવતા હતા. હકીકતમાં, ટ્રમ્પ આ આક્ષેપો થકી, મતદારોને એવું અનુભવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, બાયડેન પોતાના સ્વાસ્થ્યની બાબતમાં પણ રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી.

મતદારોને ફેંસલો કરવા દો
ટ્રમ્પ કેમ્પેનના ડાયરેકટર ટિમ મુર્ટાગ કહે છે કે, આ પ્રકારની વાતોથી કોઈને પણ મુશ્કેલીઓ પડી શકે છે, પરંતુ મતદારોએ બાયડેનની વાત સાંભળવી જોઈએ, તેને જોવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને થોડા વર્ષો પહેલાના બાયડન અને અત્યારના બાયડનની સરખામણી જરૂરથી કરવી જોઇએ.

ટ્રમ્પે તાજેતરમાં આક્ષેપ કર્યો હતા કે બાઈડન શક્તિ વધારવાની દવાઓ (ડ્રગ્સ) લે છે. હદ તો ત્યારે થઈ કે જ્યારે રિપબ્લિકન સેનેટર જોએ મર્ફીએ આરોપ લગાવ્યો હતો કે બાઈડન ડિમેન્શિયા જેવી ગંભીર બિમારીથી પીડિત છે. જો કે, ટ્રમ્પના સલાહકારોએ તેમને ઘણા મહિના અગાઉથી ચેતવણી આપી હતી કે બાઈડન ખૂબ લાંબા સમય સુધી સરળતાથી દલીલ કરી શકે છે.

Source by [author_name]