• ટોસ રિપોર્ટ : છેલ્લી 3 મેચમાં પ્રથમ બેટિંગ કરતી ટીમોએ 190થી વધુ રન બનાવ્યા
  • કારણ : મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. તેઓ અહીં પિચ અને હવામાનની સ્થિતિ સમજતા નથી

યુએઈની પિચ સ્પિન બોલરોને અનુકૂળ મનાય છે. રાત્રે મેચ દરમિયાન ઝાકળને કારણે ટીમોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો. આઈપીએલ-13ની ઓપનિંગ મેચમાં આ સાચું પણ પડ્યું. ચેન્નઈએ લક્ષ્યનો પીછો કરીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી. જોકે, છેલ્લી 5 મેચમાં પરિણામ તદ્દન વિપરીત આવ્યું અને લક્ષ્યનો પીછો કરતા બધી ટીમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો.એક્સપર્ટ કહે છે કે, મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. તેઓ અહીંની પિચ અને હવામાનની સ્થિતિ નથી સમજી શકતા.

ટોપ-7માં 4 ફાસ્ટ બોલર, બે સ્પિનર
અગાઉ મનાતું હતું કે, અહીં સ્પિનર્સ સફળ રહેશે. જોકે અત્યાર સુધી ફાસ્ટ બોલરોના સારા પ્રદર્શનને કારણે જ પ્રથમ બેટિંગ કરનારી ટીમોને જીત મળી છે. ગુરુવાર સુધીની 6 મેચમાં 7 બોલરોએ 4-4 વિકેટ લીધી છે.

ફાસ્ટ બોલરોના સારા પ્રદર્શનને કારણે જ પ્રથમ બેટિંગ કરનારી ટીમોને જીત મળી.

લીગના સ્ટાર બેટ્સમેન અને બોલર અત્યાર સુધી ફેલ
લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ બે મેચ પછી માત્ર 15 રન બનાવ્યા છે. જ્યારે ચેન્નઈના ઓપનર શેન વોટ્સને બે મેચમાં 37, મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 34 રન જ બનાવ્યા છે. બોલરોમાં બેંગલુરુનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ 2 મેચમાં એક વિકેટ પણ લઈ શક્યો નથી. આ દરમિયાન તેણે 11થી વધુની ઈકોનોમી પર રન આપ્યા છે.

Source by [author_name]