- કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે 15 ઓક્ટોબરથી તમામ સ્કૂલ ખોલવા માટે ગાઇડલાઈન જાહેર કરી
- ક્યારથી અને કયા ધોરણની સ્કૂલ ખુલવાની છે, જે નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડ્યો
કેન્દ્ર સરકારે રાજ્યોને 15 ઓક્ટોબરથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. સ્કૂલને કઈ રીતે ખોલવામાં આવે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, તેના પર 5 ઓક્ટોબરે 54 પેજની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રએ તે પણ સ્પષ્ટ કર્યુ છે કે સ્કૂલ ક્યારથી ખોલવાની છે, આ નિર્ણય રાજ્ય સરકારનો હશે. આમ તો મોટા ભાગે રાજ્ય સરકારોએ કલેક્ટરોને આ અધિકાર આપ્યો છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવે.
કયા રાજ્યમાં ક્યારથી સ્કૂલ ખુલશે?
- કેન્દ્ર સરકારે ગાઇડલાઈન્સમાં 15 ઓક્ટોબર પછી ફેઝવાઈઝ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ, અંતિમ નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્યોનો જ હશે. તેનો અર્થ એ છે કે દરેક રાજ્યમાં સ્કૂલ ખોલવાની અલગથી તારીખ જાહેર થશે. કેટલાંક રાજ્યો આ અધિકાર જિલ્લાને આપવા જઈ રહ્યાં છે.
- દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે ઓક્ટોબરમાં સ્કૂલ ખોલવામાં નહીં આવે. તેવી જ રીતે યુપી સરકારે આ નિર્ણય જિલ્લાઓ પર છોડ્યો છે, જ્યાં કલેકટર કોવિડ-19ની સિચ્યુએશનને જોઈને નિર્ણય કરશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી.
ક્યા ધોરણ પહેલાં ખોલવામાં આવશે?
- કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઈનમાં કંઈ જ સ્પષ્ટ નથી. આ નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. એટલું જરૂરથી કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ પર પ્રતિબંધ ન રાખવામાં આવે.
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપ્ટેમ્બરમાં ધોરણ 9થી 12 સુધીના સ્ટૂડન્ટ્સને સ્કૂલમાં ટીચર્સને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે જ પ્રેફરન્સ રાજ્ય સરકાર અનલોક 5.0ના પીરિયડમાં આપી શકે છે અને શરૂઆતમાં હાયર એજ્યુકેશનવાળા ધોરણો માટે સ્કૂલ ખોલવામાં આવી શકે છે.
- જો કોઈ રાજ્ય ઈચ્છે કે નાના બાળકો માટે સ્કૂલ પહેલાં ખોલવામાં આવે તો તેમાં કેન્દ્રીય શિક્ષા મંત્રાલયને કોઈ જ પરેશાની નહીં હોય. જો કે તે જરૂર છે કે જો કોઈ બાળક ઘરે રહીને જ ઓનલાઈન ક્લાસથી ભણવા માગે તો સ્કૂલ તેને મંજૂરી આપશે.
એટેન્ડસનું શું થશે? શું સ્કૂલ ખુલવાથી બાળકોને સ્કૂલે જવું જરૂરી હશે?
- કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને શિક્ષા મંત્રાલયની ગાઇડલાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ ક્લાસ એટેન્ડ કરવા માટે મજબૂર નહીં કરી શકાય. એટેન્ડન્સ પણ જરૂરી નહીં હોય. આ વાત સંપૂર્ણ રીતે વાલીઓની સહમતિ પર નક્કી રહેશે.
- જે સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા નહીં હોય, ત્યાં ટીચર્સને સ્ટૂડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે વાત કરવી પડશે અને તે નિશ્ચિત કરવું પડશે કે બાળકોનો અભ્યાસ યોગ્ય દિશામાં આગળ વધે. એટલું જ નહીં, સ્કૂલને પરફેક્ટ એટેન્ડન્સ એવોર્ડ આપવાની પણ મનાઈ કરવામાં આવી છે.
શું સ્ટૂડન્ટ્સે પરીક્ષા આપવી પડશે? પરીક્ષાઓનું શું થશે?
- શિક્ષા મંત્રાલય દ્વારા જાહેર ગાઇડલાઈન મુજબ સ્કૂલ ખોલવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા બે-ત્રણ સપ્તાહ સુધી કોઈ પણ પ્રકારનું એસેસમેન્ટ નહીં હોય. જ્યારે તેઓ પરીક્ષાો લેશે તો તમામ ધોરણમાં પેન અને પેપર ટેક્સ્ટ ફોર્મેટથી પરીક્ષા નહીં લેવામાં આવે.
- રોલ પ્લે, કોરિયોગ્રાફી, ક્લાસ ક્વિઝ, ગેમ્સ, બ્રોશર ડિઝાઈનિંગ, પ્રેઝન્ટેશન, જર્નલ્સ, પોર્ટફોલિયોના આધારે એસેસમેન્ટ કરવામાં આવશે. જેનો ઉપયોગ સામાન્ય રીત ઉપયોગમાં લેવાતી પેન અને પેપર ટેકસ્ટ ફોર્મેટની એક્ઝામની જગ્યાએ કરવામાં આવશે.
સ્કૂલમાં બાળકોની સુરક્ષા કેવી હશે?
- બાળકો સ્કૂલમાં ત્યારે જ જશે, જ્યારે તેમના વાલી તેઓને લેખિતમાં મંજૂરી આપશે. જો પરેન્ટ્સ ઈચ્છે છે કે તેમના બાળોક ઘરમાં રહીને જ અભ્યાસ કરે તો સ્કૂલ તરફથી તે વાતને મંજૂરી આપવી પડશે. આ રીતે બાળક બીમાર છે તો પેરેન્ટ્સે તેની જાણકારી સ્કૂલને આપવી પડશે.
- સ્કૂલ કેમ્પસની સતત સાફ સફાઈ થવી જોઈએ તેવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, એવી જગ્યાઓને ડિસઈન્ફેક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કે, જ્યાં બાળકોની અવરજવર વધુ હોય. બાળકોને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરવાથી લઈને સેનિટાઈઝ કરવાનું વારંવાર કહેવામાં આવે.
- ક્લાસરૂમમાં અને સ્કૂલમાં એન્ટ્રી-એક્ઝિટના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે શિફ્ટમાં વર્ગ બોલાવવાની સલાહ આપવામાં આવી છે. જે વર્ગમાં વધુ બાળકો છે, ત્યાં ઓડ-ઈવન મુજબ સ્ટૂડન્ટ્સને બોલાવવાની સલાહ આપવામાં આવી છે.