પૂર્વ લદાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ચીનના પડકારનો સામનો કરવા સેનાને મિસાઈલ આપી દીધી છે.

એક રિપોર્ટમાં આ મામલે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે સરહદે બ્રહ્મોસ, નિર્ભય અને આકાશ મિસાઈલ તહેનાત કરી દીધી છે. બ્રહ્મોસ 500 કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે. જોકે ક્રૂઝ 800 કિ.મી. અને આકાશ જમીનથી હવામાં 40 કિ.મી. સુધી લક્ષ્ય સાધી શકે છે. આ મિસાઈલો તહેનાત થવાથી તિબેટમાં ચીનનાં ઠેકાણાં પણ હવે ભારતની રેન્જમાં આવી ગયાં છે.

આપણી સેનાએ આ તહેનાતી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી, એટલે કે પીએલએના પશ્ચિમ થિયેટર કમાન્ડ દ્વારા તિબેટ અને શિનજિયાંગમાં 2000 કિ.મી. રેન્જ અને લાંબા અંતરનાં હથિયારોને તહેનાત કરાયાં બાદ કરી છે. ચીને જાતે બનાવેલું માનવરહિત હેલિકોપ્ટર ઉડાડ્યું હતું. તિબેટના પર્વતીય ક્ષેત્રમાં જાસૂસીવાળા આ હેલિકોપ્ટરે ઊંચાઈવાળા ક્ષેત્રમાં પહેલીવાર ઉડાન ભરી હતી.

Source by [author_name]