લદાખના ચિલિંગમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા હાઇવેનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ભારત અને ચીનના દળો વચ્ચે સરહદે જ્યાં દાયકાઓનું સૌથી ગંભીર ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યાંથી અંદાજે 250 કિ.મી. દૂર લદાખના ચિલિંગમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા હાઇવેનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી સરહદની પેલે પાર ચીન દ્વારા ઊભી કરાયેલી માળખાકીય સુવિધાઓને ટક્કર આપી શકાય. આ હાઇવે તૈયાર થઇ ગયા બાદ બોર્ડર ઝોન સહિત લદાખનો ઘણોખરો વિસ્તાર દેશના અન્ય ભાગો સાથે બારેમાસ સડક માર્ગે સંપર્કમાં રહેશે.

હાથથી પથ્થરો તોડવાની કામગીરી.

હાથથી પથ્થરો તોડવાની કામગીરી.

નોંધનીય છે કે ચીન સરહદના તેની તરફના ભાગે રસ્તા અને હેલિપેડ્સનું નેટવર્ક તૈયાર કરી ચૂક્યું છે. લદાખમાં 283 કિ.મી. લાંબો નિમ્મુ-પડામ-દારચા (એનપીડી) હાઇવે બની ગયા બાદ સૈન્યને પરિવહનમાં તથા શસ્ત્રો તેમ જ અન્ય સાધનસામગ્રી લાવવા, લઇ જવામાં ઘણી સરળતા રહેશે. એનપીડી હાઇવે 8.8 કિ.મી. લાંબી અટલ ટનલ સાથે જોડાશે, જે ટનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ઉદઘાટન કરવાના છે. હાલ લદાખને દેશના અન્ય ભાગો સાથે જોડતા 2 મુખ્ય હાઇવે છે પણ તે દર વર્ષે શિયાળાના 4 મહિના બંધ રહે છે, જે દરમિયાન લદાખમાં જીવનજરૂરી વસ્તુઓ સહિતનો પુરવઠો હવાઇ માર્ગે જ પહોંચી શકે છે. હાઇવેનું નિર્માણકાર્ય શિયાળાની કાતિલ ઠંડીમાં પણ જારી રહેશે, જે દરમિયાન લદાખમાં તાપમાન -40 ડિગ્રી સે. સુધી પહોંચી જતું હોય છે.

રોડ બનાવવા હેવી મશિનરીનો ઉપયોગ.

રોડ બનાવવા હેવી મશિનરીનો ઉપયોગ.

કેન્દ્ર સરકારે ચીન સરહદે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના 73 રોડ આઇડેન્ટિફાય કર્યા છે, જેમાંથી 61 રોડનું (અંદાજે 3,300 કિ.મી.) કામ બીઆરઓ પાસે છે. આ રસ્તાનું ફુલ નેટવર્ક તૈયાર થઇ ગયા બાદ સૈન્યના વિવિધ બેઝ વચ્ચેના ટ્રાવેલ ટાઇમમાં ધરખમ ઘટાડો થવાથી દળોનું મોબિલાઇઝેશન ઝડપથી થઇ શકશે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં પણ ઘણી સરળતા રહેશે. શિયાળામાં કરવા પડતા મોંઘા એરલિફ્ટ ઓપરેશન્સની જરૂરિયાત ઓલ-વેધર રોડ્સ દ્વારા પૂરી થઇ જવાથી નાણાની પણ ઘણી બચત થશે.

રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં.

રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં.

કેટલીક જગ્યાએ કામગીરી અંતિમ તબક્કામાં.

કેટલીક જગ્યાએ કામગીરી અંતિમ તબક્કામાં.

રોડની કામગીરીમાં માનવ અને મશીનરી બંનેનો ઉપયોગ.

રોડની કામગીરીમાં માનવ અને મશીનરી બંનેનો ઉપયોગ.

Source by [author_name]