• સરકારે પૂલો, સડકો, જાહેર મકાનો અને રેલવે માર્ગ બનાવવા પાછળ મોટું રોકાણ કર્યું

કોરોનાવાઈરસ પ્રકોરને કારણે ચીનમાં ઔદ્યોગિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. દેશમાં હવે મોટા પ્રમાણમાં બાંધકામ અને અન્ય કામકાજ શરૂ થઈ ગયા છે. જેની અસર દુનિયામાં ધાતુઓની કિંમતોમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. વિશ્લેષકો મુજબ ચીનમાં દુનિયાની અડધી ઔદ્યોગિક ધાતુઓનો વપરાશ થાય છે. સરકારે પૂલો, સડકો, જાહેર સુવિધાના સ્થળો, સડકો અને રેલવે માર્ગના નિર્માણમાં ઘણા પૈસા લગાવ્યા છે.

માળખાકિય સુવિધામાં ઉપયોગને કારણે આયર્ન ઓર, નિકલ, તાંબુ, જસત અને અન્ય ધાતુઓની કિંમતો તાજેતરના મહિનામાં વધી ગઈ છે. ઈસ્પાતના મુખ્ય તત્વ આયર્ન ઓરના ભાવ 40% વધ્યા છે. નિકલ અને જસતની કિંમતોમાં 25%નો વધારો થયો છે. વિજળીના તાર, બાંધકામ અને કાર નિર્માણમાં વપરાતા તાંબાની કિંમતોમાં 35% જેટલો વધારો થયો છે. કેપિટલ ઈકોનોમિક્સ, લંડનમાં વસ્તુ બજારના વિશ્લેષક કેરોલિન બેન કહે છે કે, ચીને ધાતુઓ પર આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા પૈસાનું રોકાણ કર્યું છે.

ગયા મહિને ચીનની સરકારી રેલવેએ આગામી 5 વર્ષમાં હાઈસ્પીડ રેલ નેટવર્કને બમણો કરવાની જાહેરાત કરી છે. સ્ટાન્ડડ્ડ પુઅર્સ વિશ્લેષકો અનુસાર ચીનની સરકારી કંપનીઓનું રોકાણ જુલાઈમાં ગયા વર્ષની સરખામણીએ 14% વધ્યું છે. ખાનગી રોકાણમાં માત્ર 3%નો વધારો થયો છે. દેશના સૌથી વધુ ગીચ વસતી ધરાવતા ગુઆંગડોંગ રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓ, 5જી નેટવર્ક અને પરિવહન ક્ષેત્રે રૂ.7.36 કરોડનો ખર્ચ કરવાની યોજના છે. ચીન ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને ચિલીથી ધાતુઓની આયાત કરે છે.

Source by [author_name]