પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. ગ્રે માર્કેટમાં પણ સબ્જેક્ટ ટુ પ્રિમિયમની ધૂમ મચી છે. પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશી રહેલા આઈપીઓમાં રૂ. 8થી માંડી 300 સુધીનુ બિનસત્તાવાર પ્રિમિયમ બોલાઈ રહ્યુ છે. ગ્રે માર્કેટમાં એનએસઈની પેટા કંપની કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટમાં હાલ રૂ. 260થી રૂ. 292 સુધી બિનસત્તાવાર પ્રિમિયમ છૂટી રહ્યુ છે.
માર્કેટ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગ્રે માર્કેટમાં સબ્જેક્ટ ટુ પ્રિમિયમના સોદાઓનુ પ્રમાણ વધ્યુ છે. કેમકોન કેમિકલ સ્પેશિયાલિસ્ટમાં પણ જો લાગે તો (સબ્જેક્ટ ટુ) ફોર્મદીઠ રૂ. 10,000 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. યુટીઆઈ એએમસીમાં ફોર્મદીઠ રૂ. 750 ભાવ છે. એન્જલ બ્રોકિંગમાં રૂ. 8થી 12, યુટીઆઈમાં પ્રિમિયમ રૂ. 142 આસપાસ છે. અનલિસ્ટેડ ઝોનમાં યુટીઆઈ એએમસી રૂ. 990-1050 આસપાસ ટ્રેડેડ થઈ રહ્યો છે. નાણા વર્ષ 2020-21માં 13 જુલાઈના રોસ્સારી બાયોટેકથી આઈપીઓ માર્કેટમાં ચહલપહલ શરૂ થઈ હતી. રોસ્સારીથી માંડી હેપ્પીએસ્ટ માઈન્ડ્સ, રૂટ મોબાઈલના ધમાકેદાર લિસ્ટિંગ સાથે અવિરત જારી રિટર્નથી રોકાણકારો આકર્ષાયા છે. જેથી હાલ, આઈપીઓમાં બમ્પર મૂડી રોકાણ થઈ રહ્યુ છે. એન્જલ બ્રોકિંગ સિસ્ટમ્સ 3.94 ગણો ભરાયો છે. જેમાં રિટેલ પોર્શન 4.31 ગણો ભરાયો છે. ક્યુઆઈબીમાં બે દિવસમાં NIL બાદ છેલ્લા દિવસે 5.74ગણો ભરાયો હતો.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા દિવસથી માર્કેટમાં ચાલી રહેલા કરેક્શનની અસર બ્રોકર હાઉસ એન્જલ બ્રોકિંગના સબ્સ્ક્રિપ્શન પર જોવા મળી છે. યુટીઆઈ એએમસીની પ્રાઈસ બેન્ડ વિગતો જારી થઈ ચૂકી છે.
IPOમાં રોકાણ પ્રવાહ વધ્યો, લિસ્ટિંગ પોઝિટીવ રહેશે
કલ્યાણ માયાભાઈ બ્રોકર્સના હરેન શેઠે કહ્યું- માર્ચ બાદથી ઈક્વિટી માર્કેટમાં નોંધાયેલા ઉછાળાને પગલે રોકાણકારોનુ આકર્ષણ વધ્યુ છે. અન્ય વેપારમાં મંદીના માહોલ વચ્ચે ઈક્વિટીમાં સારા રિટર્નનો આશાવાદ સેવાઈ રહ્યો છે. ચાલુ નાણા વર્ષમાં યોજાયેલા આઈપીઓના સફળ લિસ્ટિંગ સાથે મજબૂત ફંડામેન્ટલ્સ અને બિઝનેસ ધરાવતી કંપનીઓના ઈશ્યૂમાં રોકાણ પ્રવાહ વધ્યો છે. જેના લિસ્ટિંગ પોઝિટીવ રહેશે.
સેકેન્ડરી માર્કેટના કરેક્શનની અસર IPOમાં નહીં
છેલ્લા છ દિવસથી માર્કેટમાં 2750નુ કરેક્શન નોંધાઈ ચૂક્યુ છે. જો કે, આઈપીઓના લિસ્ટિંગ પર તેની કોઈ અસર રહેશે નહીં. યોજાયેલા આઈપીઓ મજબૂત ફંડામેન્ટલ્સની સાથે સારો બિઝનેસ ગ્રોથ ધરાવે છે. માર્કેટ નિષ્ણાતો જણાવ્યા અનુસાર, હાલ આવી રહેલા આઈપીઓના લિસ્ટિંગ પોઝિટીવ રહેવા સાથે 15થી 100 ટકા રિટર્ન છૂટી શકે છે.
યુટીઆઈ એએમસી
- પ્રાઈસ બેન્ડ 522-554
- ઈશ્યૂ સાઈઝ 2159.88 કરોડ
- તારીખ 29 સપ્ટે.થી 1 ઓક્ટો
- લિસ્ટિંગ 12 ઓક્ટોબર
- લોટ – 27
આઇપીઓ | GMP |
કેમ્સ | 292 |
UTIએએમસી | 142 |
કેમકોન | 315 |
મઝગાંવ | 72 |
લિખિતા | NIL |
એન્જલ | 12 |
0