કિંગ્સ ઇલેવન પંજાબ સામે વિરાટ કોહલીની કેપ્ટનશીપ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય મોરચે નિષ્ફળ સાબિત થઈ હતી.

  • લિટલ માસ્ટર તરીકે જાણીતા ગાવસ્કરે કોમેન્ટરી દરમિયાન વિરાટ અને અનુષ્કા વિશે ટિપ્પણી કરી હતી.
  • ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં, આરસીબીને કિંગ્સ ઇલેવન પંજાબ સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુરુવારે રાત્રે IPL મેચમાં કોમેન્ટરીદરમિયાન સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અંગત જીવન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે ગાવસ્કર જેવા મહાન ક્રિકેટર પાસેથી આવા પ્રકારના શબ્દો અને ભાષાની અપેક્ષા ક્યારેન ન હતી. ગાવસ્કરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન વિરાટ અને અનુષ્કા પર ટિપ્પણી કરી હતી. ગાવસ્કરનું નિવેદન અહીં લખી શકાય તેમ નથી.

વિરાટ ફ્લોપ રહ્યો હતો
RCBના કેપ્ટન વિરાટ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ તમામ મોરચે નિષ્ફળ રહ્યા. ફિલ્ડિંગ દરમિયાન તેમણે લોકેશ રાહુલના બે કેચ છોડ્યા હતા. રાહુલે 132 રન બનાવ્યા હતા. બાદમાં આરસીબી એકલા રાહુલની બરાબર સ્કોર પણ કરી શકી નહીં. વિરાટની બેટિંગ અને કેપ્ટનશિપ પર પણ સવાલ ઉઠ્યા હતા. તેણે જોશ ફિલિપ જેવા યુવા બેટ્સમેનને પોતાની ઉપર બેટિંગ કરવા મોકલ્યો. ફિલિપ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી બેટિંગ માટે આવેલા કોહલી પાંચ બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો.

વિરાટના પ્રશંસકો નારાજ
ગાવસ્કરની આ ટિપ્પણી વિરાટના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી . તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાક ચાહકોએ BCCI સમક્ષ ગાવસ્કરને કોમેન્ટરી પેનલમાંથી હટાવવાની માંગ કરી હતી.

એક પ્રશંસકે કહ્યું – જો ગાવસ્કર જેવા મહાન ખેલાડી કોમેન્ટરી દરમિયાન અનુષ્કા અને વિરાટના અંગત જીવન પર ટિપ્પણી કરે છે, તો તે એક શરમજનક હરકત છે. બીજા ચાહકે કહ્યું- તે ખૂબ જ શરમજનક છે. ખેલાડીના જીવનમાં સારા અને ખરાબ સમય આવતો જ હોય છે. ગુરુવારની મેચ વિરાટ માટે સારી સાબિત થઈ નહોતી.

ગાવસ્કરના નિવેદન સામે લોકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આપ સન્માન ગુમાવી ચૂક્યા છો
વિરાટના ચાહકો જ નહીં પણ કેટલાક સામાન્ય ક્રિકેટ ચાહકોએ પણ ગાવસ્કરના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. એક યૂઝરે કહ્યું- ગાવસ્કર સાહેબ, તમે અમારી નજરમાં પડી ગયા છો, તમે સન્માન ખોઈ બેઠા છો. આ વિધાન તમારી માનસિકતાને રજૂ કરવા માટે પૂરતું છે. બીજા એક યુઝરે કહ્યું – ગાવસ્કરે તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ.

કેટલાક ચાહકોએ કહ્યું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન ખતમ થઈ ગયું.

કેટલાક ચાહકોએ કહ્યું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન ખતમ થઈ ગયું.

0

Source by [author_name]