કોરોના મહામારી તેમજ માર્કેટમાં ખરાબ સિસ્યુએશન છતાં ઓગસ્ટ માસમાં 4.5 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે. ડેટ સ્કિમમાં કુલ રોકાણકારોની સંખ્યા વધીને 9.25 કરોડ આંબી ગઇ છે. બજારની અસ્થિરતા વચ્ચે પણ રોકાણકારોનો ઉત્સાહ ધીમી ગતીએ પુન:સ્થાપિત થઇ રહ્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ સાથે સંકળાયેલા બજારના જોખમો અંગેની જાણકારી એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (અમ્ફી) ના ડેટા અનુસાર જુલાઇના અંતમાં 45 ફંડ હાઉસવાળા ફોલિઓની સંખ્યા ગયા મહિનાના અંતમાં વધીને 92570743 થઇ ચૂકી છે જે ગત મહિને 92105737 જુલાઇ માસના અંતે રહ્યાં હતા.

જુલાઇ માસમાં 5.6 લાખ રોકાણકારો, જુલાઇમાં 5 લાખ રોકાણકારો, મે માસમાં 6.13 લાખ અને એપ્રિલમાં 6.82 લાખ રોકાણકારો ઉમેરાયા હતા. જ્યારે ડેટ ફંડમાં ગત માસમાં સરેરાશ બે લાખથી વધુ ફોલિયો ઉમેરાયા હતા. જોકે રોકાણકારોના મલ્ટીપલ ફોલિયો હોય શકે છે. ઇક્વિટી અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ હેઠળના ફિઓલોની સંખ્યા ઓગસ્ટમાં 34,715 વધીને 6.38 કરોડ થઈ છે. જ્યારે ડેટ સ્કિમ યોજનામાં 2.34 લાખ ઉમેરો થઇ 71.2 લાખ પર પહોંચી છે. લાંબી મુદત, ક્રેડિટ જોખમ અને ગિલ્ટ ફંડ્સને બાદ કરતા ડેટ સ્કિમમાં ફોલિયોની સંખ્યામાં સતત વધારો થયો છે. રોકાણકારોએ ગયા મહિને વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી રૂ. 14,500 કરોડ પરત ખેંચ્યા હતા. ડેટલક્ષી યોજનાઓ ઓગસ્ટમાં રૂ. 3,907 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. સતત ચાર મહિના સુધી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

Source by [author_name]