હાલ રાજેશ્વરી સચદેવ ટીવી શો ‘શાદી મુબારક’માં કુસુમનો રોલ પ્લે કરી રહી છે. એક્ટ્રેસને પોતાનામાં કોવિડના લક્ષણો દેખાતા તેણે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવતા એક અઠવાડિયાં માટે હોમ ક્વોરન્ટીન થઇ ગઈ હતી. રાજેશ્વરી કોરોના સંક્રમિત થવાથી શોનું શૂટિંગ પણ થોડા દિવસ માટે બંધ કર્યું હતું. રિકવરી આવતા તેણે હવે ઘરેથી જ કામનાં સીન શૂટ કરવાનું શરુ કરી દીધું છે.

થોડા સમય પહેલાં પ્રસારિત થયેલા શાદી મુબારક શોના નવા એપિસોડમાં એક સીન દેખાડ્યો છે જેમાં મુખ્ય કેરેક્ટર રાજશ્રી, રાજેશ્વરી ઉર્ફ કુસુમ વીડિયો કોલની મદદથી વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. વીડિયો કોલમાં દેખાતી રાજેશ્વરીએ આ સીન સેટ પર નહિ પણ તેના ઘરે જ શૂટ કર્યો છે. સીન માટે એક્ટ્રેસે પોતાના મેકઅપનું પણ રેકોર્ડિંગ કર્યું છે. સીનમાં જે રીતે રાજેશ્વરી હસીને રાજશ્રીને સલાહ આપે છે તે જોઈને આપણે અંદાજો પણ ના લગાવી શકીએ કે તે કોરોના સંક્રમિત છે.

કોરોના રિપોર્ટ આવ્યા પછી એક્ટ્રેસે ભાસ્કર સાથે વાતચીતમાં કન્ફર્મ કરતા કહ્યું કે, હા, આ વાત સાચી છે. મેં પોતાને હોમ ક્વોરન્ટીન કરી છે અને BMCના અધિકારીઓ ઘરે સેનિટાઈઝેશન કરવા પણ આવ્યા હતા. અમુક લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હું ડોક્ટરની સલાહ લઇ રહી છું અને અત્યાર સુધી બધું સારું છે.

રાજેશ્વરી સંક્રમિત થતા તેનો પતિ વરુણ બડોલાએ પણ હોમ ક્વોરન્ટીન થઇ ગયો હતો. એક્ટર હાલ મેરે ડેડ કી દુલ્હન શોનો ભાગ છે, જેનું શૂટિંગ થોડા દિવસથી બંધ છે. થોડા દિવસનો બ્રેક લીધા પછી વરુણ સેટ પર જવા માટે તૈયાર હતો અને મેકર્સે પણ તૈયારી કરી લીધો હતી પણ આ દરમિયાન લીડ એક્ટ્રેસ શ્વેતા તિવારી કોરોના સંક્રમિત થઇ છે.

Source by [author_name]