IPLની 13મી સિઝનમાં ફોર્મમાં ચાલી રહેલા રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસને કહ્યું હતું કે ભારતના ભૂતપુર્વ કેપ્ટન મહિન્દ્ર સિંહ ધોનીની માફક કોઈ રમી ન શકે નહીં અને આ માટે કોઈએ પ્રયત્ન કરવો જોઈએ નહીં. સેમસનની ધમાકેદાર રમતને લીધે રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સામે રોમાંચક જીત મેળવી હતી. પંજાબ સામે શાનદાર રમત બાદ કેરળના કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સેમસનને હવે પછીનો ધોની કહ્યો હતો.
What an absolutely incredible win for @rajasthanroyals ! I’ve known @iamSanjuSamson for a decade & told him when he was 14 that he would one day be the next MS Dhoni. Well, that day is here. After his two amazing innings in this IPL you know a world class player has arrived.
— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2020
સેમસને કહ્યું- ધોની તો દિગ્ગજ છે
જોકે, સેમસને આ તુલનાને નકારી દેતા કહ્યું કે હું દાવા સાથે કહ્યું છું કે ધોનીની માફક કોઈ રમી શકે તેમ નથી અને કોઈએ આ માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં. એમએસ ધોનીની માફક રમવું બિલકુલ સરળ નથી. હું ક્યારેય ધોનીની માફક રમવા અંગે હું વિચારતો નથી.
ગંભીરે કહ્યું સેમસને સેમસન બનવું જોઈએ નહીં કે ધોની
સેમસને કહ્યું કે હું ફક્ત મારી રમત પર જ ધ્યાન આપી રહ્યો છું કે જેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું. કેરળના આ બેટ્સમેનને ભૂતપુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ સહમત દેખાયા છે. ગંભીરે કહ્યું 25 વર્ષના આ ખેલાડીને હવે પછીના ધોની બનવાને બદલે ભારતીય ક્રિકેટના સંજૂ સેમસન બનવા પર ધ્યાન આપવું જોઈએ.