• લોન મોરાટોરિયમ વધારવા અને વ્યાજ પરનું વ્યાજ માફ કરવાનો મામલો
  • કેન્દ્રએ કોર્ટેમાં કહ્યું- બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ લઈશું

લોન મોરાટોરિયમને વધારવા અને વ્યાજ પરનું વ્યાજ માફ કરવાને લઈને સોમવારે એક વખત ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે અને બે કે ત્રણ દિવસની અંદર નિર્ણય કરવામાં આવી શકે છે. મહેતાએ કોર્ટને કહ્યું કે તેઓ ગુરુવાર સુધીમાં સોગાંદનામુ સરક્યુલેટ કરવાનો પ્રયત્ન કરશે અને મામલાની સુનાવણી સોમવારે થાય તેવી શકયતા છે.

આર્થિક મુદ્દાઓ સામે આવી રહ્યાં છેઃ સોલિસિટર જનરલ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે આ મામલામાં કેટલાક આર્થિક મુદ્દા સામે આવી રહ્યાં છે. આ મુદ્દાના સમાધાન માટે વધુ સમયની આવશ્યકતા છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલામાં 1 ઓક્ટોબર સુધીમાં સોગાંદનામુ દાખલ કરવા કહ્યું છે.

3 નવેમ્બર સુધી બેન્કના ખાતાઓ NPA નહિ થાય
સુપ્રીમ કોર્ટે 3 સપ્ટેમ્બરે કહ્યું હતું કે લોનની ચૂકવણી ન કરનારાઓના બેન્કના ખાતાઓ 2 મહિના સુધી NPA જાહેર કરવામાં આવશે નહિ. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે બેન્ક ખાતાઓને 2 મહિના સુધી NPA જાહેર ન કરવાનો આદેશ ચાલુ રહેશે. એટલે કે 3 નવેમ્બર સુધી ચૂકવણી ન કરનાર ખાતાઓને NPA જાહેર કરી શકાશે.

ગત સુનાવણીમાં આપ્યો હતો બે સપ્તાહનો સમય
10 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટ આ મામલા પર યોગ્ય નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્રને આ અંતિમ તક અપાઈ રહી છે. સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે આ મામલાને લઈને બેન્કો સાથે વાતચીત કરી રહી છે. આ સંબંધમાં બે ત્રણ રાઉન્ડની બેઠક થઈ ચૂકી છે અને મામલાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Source by [author_name]