છગ્ગાને બચાવવા માટે પંજાબના પૂરને 4.1 ફૂટ હવામાં કૂદકો માર્યો અને 6.5 ફૂટ બાઉન્ડ્રીના અંદર ખુદને હવામાં ઝુલાવી દીધો હતો, સાથે જ બોલને બાઉન્ડ્રીની અંદર તરફ ફેંકી દીધો હતો.

રવિવારે રાત્રે રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 4 વિકેટે હરાવ્યું હતું. જોકે, આ મેચના પરિણામમાં બે ખેલાડીઓની ચર્ચા વધુ રહી. રાજસ્થાનના રાહુલ તેવટિયાની બેટિંગ અને પંજાબના નિકોલસ પૂરનની ફિલ્ડિંગ. સોશિયલ મીડિયા પર આ બંનેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેવટિયાએ એક ઓવરમાં 5 છગ્ગા મારીને આખી બાજી પલટી નાખી, જ્યારે પૂરનની ફિલ્ડિંગને ક્રિકેટિંગ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગ કહેવાઈ રહી છે.

4.1 ફૂટ હવામાં કૂદકો મારનારા પૂરનને 2015માં ડોક્ટરે કહ્યું હતું કે, તે ક્યારેય ક્રિકેટ રમી શકશે નહીં
રાજસ્થાનના સંજુ સેમસને 8મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો માર્યો. આ છગ્ગાને બચાવવા માટે પંજાબના પૂરને 4.1 ફૂટ હવામાં કૂદકો માર્યો અને 6.5 ફૂટ બાઉન્ડ્રીના અંદર ખુદને હવામાં ઝુલાવી દીધો હતો, સાથે જ બોલને બાઉન્ડ્રીની અંદર તરફ ફેંકી દીધો હતો. જોન્ટી રોડ્સે ઊભા થઈને તાળીઓ વગાડી હતી. જોકે, એક સમયે ડૉક્ટરોએ પૂરનને કહી દીધું હતું કે, તે બીજી વખત ક્રિકેટ રમી શકશે નહીં.જોકે રિકવરી દરમિયાન રમવાની હિંમત એક્ઠી કરતો રહ્યો. 18 મહિના પછી ફોર્મ પાછું મેળવી લીધું.

તેવટિયા જૂની સ્ટાઈલનો લેગ સ્પિનર છે, જે બોલને હવામાં જ લહેરાવાનું પસંદ કરે છે.

50 ટી20 રમનારો તેવટિયા ક્યારેય 0 પર આઉટ થયો નથી, દાદા તેને પહેલવાન બનાવવા માગતા હતા
50 ટી20 રમી ચૂકેલો તેવટિયા ક્યારેય શૂૂન્ય પર આઉટ થયો નથી. તેણે 691 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 155નો છે. એટલે કે, તે દરેક 100 બોલ પર 155 રન બનાવે છે. હરિયાણાના સીહી ગામના તેવટિયાએ ચાર વર્ષની વયે રમવાનું શરૂ કર્યું હતું. તેના દાદા એક પહેલવાન હતા. તેઓ રાહુલને પહેલવાન બનાવવા માગતા હતા. કાકા ધર્મબીર હોકી ખેલાડી બનાવવા માગતા હતા. જોકે, ટેનિસ બોલથી ટર્ન કરાવવાની હોંશિયારીએ રાહુલને ક્રિકેટર બનાવી દીધો. તેની બેઝ પ્રાઈસ રૂ.10 લાખ હતી. પરંતુ તેની કિંમત રૂ.2.50 કરોડ સુધી પહોંચી ગઈ હતી.

ગયા વર્ષે રાજસ્થાન સાથે જોડાયો હતો તેવટિયા
ગયા વર્ષે રાજસ્થાને તેને ટ્રેડિંગ દ્વારા પોતાની ટીમમાં લીધો. તેવટિયા સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરનો મોટો પ્રશંસક છે. તેવટિયા જૂની સ્ટાઈલનો લેગ સ્પિનર છે, જે બોલને હવામાં જ લહેરાવાનું પસંદ કરે છે. તેવટિયાના સોશિયલ મીડિયા પર અગાઉ 637 ફોલોઅર હતા, રવિવારની ઈનિંગ્સ પછી 18 હજારથી વધુ થઈ ગયા છે.

Source by [author_name]