ભાજપના રાષ્ટ્રીય સચિવ અનુપમ હાજરાનું કહેવુ છે કે જો મમતા બેનર્જી કોરોના સંક્રમણ થાય તો તેઓ તેમને ગળે લગાવી દેશે. હવે તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ છે. પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ ખેડૂતો જ્યાં ધરણા કરતા હતા ત્યાં પહોંચ્યા હતા. ભાજપ મૂડીવાદીઓના હિતોને જુએ છે. તમામ પ્રકારની રમત ફક્ત જરૂરિયાતની છે. હવે શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ….

આજે આ 7 ઘટના પર નજર રહેશે
1. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. સાંજે 7 વાગે ટોસ ઉછળશે. 7:30 વાગે મેચ શરૂ થશે.
2. એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી થશે
3. આજે મધ્યરાત્રીથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે
4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં નમામિ ગંગે મિશન અંતર્ગત 6 મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે શિલાન્યાસ કરશે.
5. મધ્ય પ્રદેશની 28 વિધાનસભા બેઠક સહિત 56 બેઠક પર પેટાચૂંટણી માટેની તારીખ આજે જાહેર થાય તેવી શક્યતા છે
6. પંજાબમાં કૃષિ વિધેયકોને લઈ વિરોધ પ્રદર્શન થશે. આ જ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ રાજભવન સુધી ચાલીને જશે અને માર્ચ કાઢશે.
7. રાયપુર, બિલાસપુર અને અંબિકાપુરમાં આજે લોકડાઉન પૂરું

હવે ગઈકાલના 7 મહત્વના સમચારા જોઈએ
1. ભોપાલમાં ડીજી પુરુષોત્તમે મર્યાદા તોડી, પત્ની સાથે મારઝૂડ કરી
મધ્ય પ્રદેશ પોલીસમાં DG રેન્કના અધિકારી પુરુષોત્તમ શર્માનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેઓ પત્ની પ્રિયા શર્મા સાથે મારઝૂડ કરતા દેખાય છે. હકીકતમાં પત્નીએ તેમના પતિને અન્ય મહિલાના ઘરે રંગેહાથ પકડી પાડ્યા હતા. જેને લીધે પતિએ તેમની સાથે મારઝૂડ કરી. વીડિયો વાયરલ થતા કહ્યું કે- પત્ની 1. વર્ષથી શક કરી રહી હતી. (વાંચો વિગતવાર સમાચાર)

2. હાઈકોર્ટે રાઉતના ‘હરામખોર’વાળા નિવેદન પર પ્રશ્ન કર્યો
BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગના રનૌતના પાલી હિલ સ્થિત ઓફિસના ગેરકાયદેસર નિર્માણને તોડી નાંખ્યુ હતું. ત્યારબાદ તેની વિરુદ્ધ કંગનાએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સુનાવણીમાં હાઈકોર્ટે રાઉતના ‘હરામખોર’વાળા નિવેદન અંગે કહ્યું- અમારી પાસે પણ શબ્દકોશ છે, જો તેનો અર્થ નોટી છે તો નોટીનો શુ અર્થ થાય છે? (વાંચો વિગતવાર સમાચાર)

3. બિહારમાં રાજકારણના 7 દાયકા, જ્યાં લાલૂ અને નીતિશ પર્યાય બન્યા
બિહારે છેલ્લા 7 દાયકામાં રાજકારણના 8 તબક્કા જોયા છે, ક્યારેક કોંગ્રેસનો દબદબો હતો, તો ક્યારે જનતા પાર્ટી તો ક્યારેક લાલૂ પ્રસાદ યાદવનો રાજકીય દબદબો હતો. બાદમાં નીતિશ કુમારનું વર્ચસ્વ રહ્યું. બિહારા રાજકારણના અલગ-અલગ તબક્કા, પાર્ટીના પ્રભાવને સમજી શકાય છે.

4. JDUના ચૂંટણી ચિન્હ પર માંઝી તથા કુશવાહની પાર્ટી ચૂંટણી લડે તેવી શક્યતા
બિહાર ચૂંટણી મહાસમરમાં ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને માંઝીની હમ (સેક્યુલર) JDUના ચૂંટણી ચિન્હ તિર પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. જેથી તેઓ ચૂંટણી બાદ પોતાનો પક્ષ બદલી ન શકે. NDAમાં RLSPને 5 તથા હમ (સેક્યુલર)ને 4 બેઠક મળી છે. (વાંચો વિગતવાર સમાચાર)

5. IPLમાં 14 રેકોર્ડ બન્યા, ધોની એક બાબતમાં સંજૂ સેમસનથી પાછળ
IPLની 13મી સિઝનમાં અત્યાર સુધીમાં 14 રેકોર્ડ બન્યા છે. આ પૈકી 5 રેકોર્ડ તો 9મી મેચમાં જ થયા છે. તેમા રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામે રન ચેઝ કરતા IPLમાં 5 ઓવરમાં સૌથી વધારે 86 રન બનાવ્યા. એક બાબતમાં રાજસ્થાનના સેમસને CSKના ધોનીને પાછળ રાખ્યો છે. (વાંચો વિગતવાર સમાચાર)

6. ટ્રમ્પની કંપની અમેરિકાની તુલનામાં ભારતમાં વધારે ટેક્સ આપે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા 15 વર્ષ પૈકી 10 વર્ષ ટેક્સ જમા કરાવ્યો નથી. તે અંગે સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે કમાણી કરતા વધારે નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે વર્ષ 2017માં અમેરિકામાં ફક્ત રૂપિયા 55 હજાર ટેક્સ ભર્યો હતો. તે વર્ષે તેમની કંપનીએ ભારતમાં 1.07 કરોડ રૂપિયા ટેક્સ ચુકવ્યો હતો. 1970ના દાયકા બાદ પ્રથમ એવા US રાષ્ટ્રપતિ કે જેમણે પોતાનું ટેક્સ રિટર્ન જાહેર કર્યું નથી. (વાંચો વિગતવાર સમાચાર)

7. શુ ચીનમાં બળજબરીપૂર્વક લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે?
એક બાજુ વિશ્વ અસરકારક કોરોના વેક્સિન શોધવા માટે સતત સંઘર્ષ કરી રહ્યું છે. બીજી બાજુ ચીનની સરાકરી કંપનીઓ, સરકારી અધિકારીઓ, વેક્સિન કંપનીઓના સ્ટાફ, શિક્ષકો, સુપરમાર્કેટના કર્મચારીઓ તથા વિદેશ જઈ રહેલા લોકોને બળજબરીપૂર્વક વેક્સિન લગાવવાની શરૂઆત કરી છે. (વાંચો વિગતવાર સમાચાર)

હવે 29 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ
1901: પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરનારા ફિઝીસિસ્ટ એનરિકો ફર્નીનો જન્મ થયો
1913: ડીઝલ એન્જીન શોધનાર રુડોલ્ફ ડીઝલનું અવસાન થયુ
1932: અભિનેતા, નિર્માતા-નિર્દેશક મહેમૂદ અલીનો જન્મ થયો

2012થી આજનો દિવસે વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અગાઉ તે સપ્ટેમ્બરના અંતિમ રવિવારે ઉજવવામાં આવતો હતો. હૃદય પ્રત્યે ધ્યાન આપવું કેટલુ જરૂરી છે તે 23 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવનાર સ્વીમર માઈકલ ફ્લેપ્સની આ વાત પરથી સમજી શકાય છે. વાંચો તેમના શબ્દોમાં….

Source by [author_name]