• કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત માટેનો બેન્ચમાર્ક
  • ખાદ્યાન્ન ફુગાવાના દરમાં વૃદ્ધિ જોવા મળી, જથ્થાબંધ ફુગાવો પણ વધી શકે

ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાને પગલે ઔદ્યોગિક કર્મચારીઓ માટે રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટી 5.63 ટકા થયો છે. જે ગતવર્ષે સમાન ગાળામાં 6.31 ટકા હતો. ઔદ્યોગિક કર્મચારીઓ માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ-આઈડબ્લ્યુ)ના આધારે ગણવામાં આવતો રિટેલ ફુગાવો એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત માટેનો બેન્ચમાર્ક છે.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, ઓગસ્ટમાં તમામ ચીજવસ્તુઓ આધારિત સીપીઆઈ-આઈડબ્લ્યુ 5.63 ટકા રહ્યો છે. જુલાઈમાં 5.33 ટકા જ્યારે ગતવર્ષે ઓગસ્ટમાં 6.31 ટકા હતો. ખાદ્યાન્ન ફુગાવો 6.67 ટકા રહ્યો છે. જે જુલાઈમાં 6.38 ટકા અને ગતવર્ષે સમાનગાળામાં 5.10 ટકા હતો. ઓલ ઈન્ડિયા સીપીઆઈ-આઈડબ્લ્યુ ઓગસ્ટમાં 2 પોઈન્ટ વધી 338 થયો છે.

ફુડ ગૃપમાંથી આવતો વર્તમાન ઈન્ડેક્સમાં અપવર્ડ પ્રેશર જોવા મળ્યુ છે. જ્યારે ઘઉં, ઘઉંનો લોટ, માછલી, માંસ, ચીકન, ટામેટાં, જામફળ વગેરે ઈન્ડેક્સમાં ઘટાડા માટે કારણભૂત છે. કેન્દ્રીય સ્તરે સાલેમ (7પોઈન્ટ), અને મદુરાઈ (6 પોઈન્ટ સાથે કોઈમ્બતુરમાં 9 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.

રિટેલ ફુગાવામાં સુધારો કામદારો માટે હકારાત્મક સંકેત
વાણિજ્ય મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યુ હતુ કે, સીપીઆઈ-આઈડબ્લ્યુમાં નોંધાયેલો સુધારો સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ, સહિત સંગઠન સેક્ટરમાં જોડાયેલા ઔદ્યોગિક કામદારોના પગાર અને ભથ્થા પર હકારાત્મક અસર કરશે. ચોખા, ડુંગળી, રિંગણા, અને બટાટા વગેરેના ભાવમાં વધારાને લીધે વાર્ષિક ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.

વ્યાજદર મુદ્દે મળનારી બેઠક ટળી, વ્યાજકાપ આવશ્યક
ફુગાવાના દરને કાબુમાં લેવા માટે આરબીઆઇની મોનેટરિ પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં કરવામાં આવતો ફેરફાર મહત્વનો રોલ ભજવે છે. આરબીઆઇની 29 સપ્ટેમ્બરથી મળનારી ત્રણ દિવસીય બેઠક કામ ચલાઉ મોકુફ રાખવામાં આવી છે. વૈશ્વિક ઉપરાંત ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ હજુ નાજુક છે કોરોના કેસો વધી રહ્યાં છે, કોર્પોરેટ તેમજ ઔદ્યોગિક એકમો રાબેતા મુજબ શરૂ થતા લાંબો સમય લાગી શકે છે. તદ્ઉપરાંત રોજગારીમાં પણ ઘટાડો આવ્યો છે. આવા સમયે આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે મોરેટોરિયમનો પિરિયડ લંબાવવા સૂચન કર્યું છે પરંતુ તેને સરકાર કઇ દ્રષ્ટિકોણથી અપનાવે છે તેના પર પણ મુખ્ય આધાર
રહેલો છે.

Source by [author_name]