• ટ્રમ્પ પ્રશાસને હાઉસ ડેમોક્રેટ્સ સામે 1.5 ટ્રિલિયન ડોલરની નવી દરખાસ્ત કરી છે
  • જ્યારે અમેરિકન ડેમોક્રેટ્સની માંગ 2.2 ટ્રિલિયન ડોલરની છે

કોરોના મહામારીથી અસરગ્રસ્ત ઈકોનોમી માટે ટ્રમ્પ પ્રશાસને 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 109 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની દરખાસ્ત કરી છે.જ્યારે અમેરિકન ડેમોક્રેટ્સની માંગ 2.2 ટ્રિલિયન ડોલરની છે.

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે બુધવારે જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસને હાઉસ ડેમોક્રેટ્સ સામે 1.5 ટ્રિલિયન ડોલરની નવી દરખાસ્ત કરી છે. જેમાં 20 બિલિયન ડોલર મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે છે. જ્યારે અમેરિકન ડેમોક્રેટ્સ કોરોના મહામારીના પ્રભાવોનો મુકાબલો કરવા માટે ટ્રમ્પ પ્રશાસન પાસે 2.2 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.

રાહતની આશા
ટ્રમ્પ પ્રશાસને એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે 20 મિલિયન ડોલરના રાહત પેકેજની દરખાસ્ત કરી છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે આનાથી લાંબી રજા પર મોકલવામાં આવેલા 30 હજાર કર્મચારીઓ સહિત ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય 50 હજાર કર્મચારી પણ પ્રભાવિત થશે.

2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ
માર્ક મીડોઝે જણાવ્યું કે, મહામારીના કારણે લથડેલી અર્થવ્યવસ્થા માટે 1.5 ટ્રિલિયન ડોલરનું નવું રાહત પેકેજ બરાબર છે, પણ રાહત પેકેજ માટે 2.2 ટ્રિલિયન ડોલર પૂરતા છે. તેમને પત્રકારોને કહ્યું કે, જો રાહત પેકેજની રકમ 2 ટ્રિલિયનથી શરૂ થશે, તો વાસ્તવમાં આ મોટી સમસ્યા હશે. મિનેસોટામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી છે. અમેરિકામાં 3 નવેમ્બરથી રાષ્ટ્રપતિ ચૂંટણી શરૂ થશે.

દુનિયાભરમાં વધતો કોરોનાનો પ્રકોપ
દુનિયાભરમાં કોરોનાના કુલ કેસ 3.42 કરોડને પાર કરી ચુક્યા છે. કોરોનાથી 10 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાના કુલ કેસ 74 લાખને પાર થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા 2.11 થઈ ગઈ છે. બીજી બાજુ ભારતમાં કોરોનાના કેસ 63 લાખથી વધુ છે.

Source by [author_name]