1. એમઝોનની ઇકોસિસ્ટમમાં MSMEs અને નાના બિઝનેસ કેવી રીતે ફિટ થશે અને સફળ કેવી રીતે થશે?
ગ્રાહકની સાઈડથી જોવા જોઈએ તો તેમને ત્રણ વસ્તુની ચિંતા હોય છે, વિશાળ સિલેકશન, સારી પ્રાઈઝ અને સુલભ તથા વિશ્વાસલાયક શોપિંગનો અનુભવ. ધંધા માટે આનો અર્થ એ થાય છે કે, કસ્ટમરને સેન્ટરમાં રાખવા અને તેમને શોપિંગનો જોરદાર અનુભવ ઓફર કરવો .

અમે વર્ષ 2013માં 100 સેલર્સની સાથે શરૂઆત કરી હતી અને આજે એમેઝોન ઇન્ડિયા સાથે 6.5 લાખ સેલર્સ જોડાયેલા છે. અમારા પ્રયત્નો સેલર્સને તેમની સેલિંગ સાઇકલમાં સપોર્ટ કરવાના અને ઓનલાઈન વેચાણને સરળ, સુલભ અને ફાયદાકારક બનાવના છે. આજે 90% થી વધારે અમારા સેલર્સ નાના બિઝનેસથી ઈ-કોમર્સમાં પ્રગતિની સાથે સફળ થયા છે. તે બધાની યુનિક જરૂરિયાત હતી અને અમે તેમને સક્ષમ અને સશક્ત બનાવવાના હેતુથી સ્પેશિયલ પ્રોગ્રામ અને પહેલની શરૂઆત કરી છે.

એમઝોન કારીગર વણકરોના અને કલાકારોને ઓનલાઈન લાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે બધાને Amazon.inના વિશાળ માર્કેટમાં આવવાનું એક્સેસ પણ મળી ગયું. અમારા આ કાર્યક્રમથી દેશના 8 લાખથી પણ વધારે વણકરોના જીવનમાં ફેરફાર આવી રહ્યા છે.

એમેઝોન સહેલી વર્ષ 2017માં લોન્ચ થયું હતું, તેની મદદથી દેશની મહિલા આન્ત્રપ્રિન્યોરને તેમની પ્રોડક્ટ વેચવા માટે Amazon.in માર્કેટપ્લેસ આપવામાં આવ્યું. આ પ્રોગ્રામની 2,80,000 મહિલા આન્ત્રપ્રિન્યોરના જીવનમાં પોઝિટિવ અસરો થઇ છે.

એમેઝોન લોન્ચપેડ એક યુનિક પ્રોગ્રામ છે, જે લાખો એમેઝોન ગ્રાહકોને સ્ટાર્ટઅપ્સમાંથી કટીંગ-એજ પ્રોડક્ટ્સને ક્યુરેટ કરે છે, શોકેઝ કરે છે અને પહોંચાડે છે. તે 1000+ ઇન્ડિયન બ્રાંડની 5 લાખથી વધારે પ્રોડક્ટને હોસ્ટ કરે છે.

લોકલ શોપ ઓન એમેઝોન આ વર્ષની શરુઆતમાં જ લોન્ચ થયું હતું, આ યુનિક પ્રોગ્રામ છે જે અંતર્ગત ઓફલાઇન રિટેલર્સ અને લોકલ શોપને માત્ર તેમના વિસ્તાર જ નહિ પણ ડિજિટલ પ્લેટફોર્મથી દુનિયાભરના ગ્રાહકોને સર્વિસ આપવાનો મોકો મળે છે.

એમેઝોન ગ્લોબલ સેલિંગ એક એક્સપોર્ટ પ્રોગ્રામ છે. આજે આ પ્રોગ્રામ હેઠળ 60 હજાર ઇન્ડિયન બિઝનેસ 140 મિલિયનથી વધારે પ્રોડક્ટસ દુનિયાના 200+ દેશોના ગ્રાહકોને એક્સપોર્ટ કરે છે.

અમારી પાસે અન્ય પ્રોગ્રામ છે જેના દ્વારા અમે નાના ઉદ્યોગો, પાડોશી સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો સાથે કામ કરીએ છીએ.

  • મારી પાસે સ્પેસ છે, જેના દ્વારા એમેઝોન ઇન્ડિયા તેમના સ્ટોરના 2-4 કિમીના વિસ્તારમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે વિવિધ શહેરોમાં લોકલ સ્ટોર માલિકો સાથે ભાગીદારી કરી છે.
  • એમેઝોન ઇઝી સ્ટોર્સ નવા ઇ-કોમર્સ ગ્રાહકોને ખરીદી કરવા લાવે છે. તેઓ સ્ટોર સ્ટાફની માર્ગદર્શિત સહાયથી Amazon.in પર ઓર્ડર આપી શકે છે અને સ્ટોરમાંથી અને તેઓ તેમના ઘરે ઓર્ડર મેળવી શકે છે.
  • સર્વિસ પ્રોવાઇડર નેટવર્ક એ ઓનલાઇન બિઝનેસ માટે ઇમેજિંગ, કેટેલોગિંગ, ડિજિટલ ડિઝાઇન, લોજિસ્ટિક્સ વગેરે જેવી બાબતો પર નોન-મેટ્રો અને નાના શહેરોના વેચાણકર્તાઓને ઇઝી એક્સેસ અને જરૂરી મદદ મેળવવા માટે એક થર્ડ પાર્ટી માર્કેટપ્લેસ છે.

2. આગામી ફેસ્ટિવ સીઝનમાં સ્મોલ બિઝનેસ કેવી રીતે ચાલશે? આ વર્ષની ફેસ્ટિવ સીઝન કેવી રીતે અલગ છે?
આ ફેસ્ટિવ સીઝનમાં અમારું મુખ્ય ધ્યાન સેલર્સને તેમના વેચાણ અને વિકાસને વેગ આપવા અને પોતાના પગ પર ઊભા રહેવા માટે મદદ કરવાનું છે. આમાં કારીગરો, મહિલા ઉદ્યમીઓ, ઉભરતી ઇન્ડિયન બ્રાંડ્સ અને લોકલ સ્ટોર માલિકો સહિત લાખો વિક્રેતાઓ અને MSME સામેલ છે. તેમજ, અમે ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબની બધી વસ્તુઓ શોધવા માટે મદદ કરવા માગીએ છીએ અને મોબાઇલ ફોનથી લઈને કરિયાણા સુધીની દરેક વસ્તુઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવા સક્ષમ છીએ. અમારા માટે અમારા કર્મચારીઓ, ડિલિવરી પાર્ટનર્સ અને અમારા ગ્રાહકોનું સ્વાસ્થ્ય સુખાકારી રહે એ મહત્ત્વનું છે. તેથી, આ ફેસ્ટિવ સિઝન દરેક માટે સલામત અને સફળ રહે તેની ખાતરી કરવા અમે ઘણાં પગલાં લીધાં છે.

3. એમેઝોન પર SMB સેલર્સ પર રોગચાળાની શું અસર પડી છે? આ પડકારજનક સમયમાં એમેઝોને તેમને ટેકો આપવા માટે કઇ પહેલ શરૂ કરી છે?
COVID-19એ અમારી રહેવાની અને કામ કરવાની રીત બદલી નાખી છે અને વિશ્વભરના નાના ઉદ્યોગો માટે ભયાનક પડકારો ઉભા કર્યા છે. ઘણા નાના ઉદ્યોગોએ રોગચાળાને કારણે નવા પડકારોનો સામનો કરવા માટે તેમની કામગીરી બદલવી પડી. જેના કારણે એવી અવિશ્વસનીય અને પ્રેરણાદાયક ક્ષણો રચાઈ જ્યાં અમારા સેલર્સ, ડિલિવરી પાર્ટનર્સ અને અન્ય MSMEએ અદભૂત કામ કર્યું અને ગ્રાહકોને તેમની ઇચ્છિત વસ્તુઓ પહોંચાડી.

એમેઝોનમાં અમારો ફોકસ સેલર્સ પર મહામારીની મિનિમમ અસર થવા દેવાનો છે. મલ્પિટપલ ફી વેવર્સ, ઓન ડિમાન્ડ ડિસબર્સમેન્ટ ઓફ ફન્ડ્સ અને કોવિડ-19 હેલ્થ ઈન્શ્યોરન્સ સહિતના પગલા લેવામાં આવ્યા છે. અમે આ સમયે દેશમાં ઈ-કોમર્સ ઓપોર્ચ્યુનિટીથી બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે સ્પેશલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમાં ‘Local Shops on Amazon’ સામેલ છે, જે ઓફલાઈન રિટેલર્સને ઓનલાઈન લાવે છે અને ગ્રાહકોને સર્વિસ આપવા તેમની મદદ કરે છે. અમે સેલર રજિસ્ટ્રેશન અને અકાઉન્ટ મેનેજમેન્ટ સર્વિસ હિન્દીમાં પણ શરૂ કરી છે, જે પહેલાં અપ્રભાવિત નાના શહેરોના સેલર્સને Amazon.in marketplace પર સાઈન અપ કરવા માટે ધ્યાન દોરે છે.

સેલર્સને પગભર થવા માટે અમે ઘણા બધા નિર્ણયો લીધા છે- આ વર્ષે SMBs માટે ‘Prime Day’ Amazon.in પર સૌથી મોટા 2 દિવસો હતા. તેમાં 400 SMB સેલર્સે 10 લાખ રૂપિયા કે તેથી વધુનો સેલ કર્યો છે અને 200થી વધારે SMB સેલર્સ કરોડપતિ બન્યા છે. જૂનમાં એમેઝોન સ્મોલ બિઝનેસ ડે પર આશરે 3000 સેલર્સે તેમનો સૌથી વધારે સેલ કર્યો હતો. આગામી ફેસ્ટિવ સીઝનમાં અમારો ફોકસ સેલર્સને મદદ કરી તેમના બિઝનેસને વેગ આપવાનો અને મહામારીની અસરથી તેમને બચાવવાનો છે.

4. ઈ-કોમર્સની ડિમાન્ડ ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં કેટલી મજબૂત છે, કન્ઝ્યુમર અને સેલર સ્ટેન્ડપોઈન્ટમાં અને અમેઝોન આ ડિમાન્ડ કેવી રીતે પૂરી કરે છે?
એમેઝોન ભારતનાં 100% પિનકોડ પર ડિલિવરી કરે છે. અમે આગામી 200-300 મિલિયન ગ્રાહકોને ઓનલાઈન માર્કેટપ્લેસ પરથી શોપિંગનો લાભ આપવા સક્ષમ છીએ, દેશની વિવિધતાને અનુરૂપ અમે અનેક કસ્ટમાઈઝ મેઝરમેન્ટ અને ઈ-કોમર્સ એક્સપિરિઅન્સ સિમ્પ્લિફાય કરીએ છીએ. અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કર્યું છે અને FCs સાથે ગ્રાહકોની નજીક આવવાનો પ્રયાસ કર્યો છે– વિવિધ શહેરોના મલ્ટિપલ સોર્ટ સ્ટેશન અને અમારા ડિલિવરી નેટવર્ક સતત પાર્ટનર સાથે ગ્રો કરી રહ્યા છે જે લોકો Amazon I have Space (IHS) પ્રોગ્રામ સાથે છે. Amazon Easy, અમારો અસિસ્ટેડ પ્રોગ્રામ છે, જે સ્ટોરના માર્ગદર્શન સાથે એમેઝોન પરથી ખરીદારી કરવા માટે ગ્રાહકોને ડિજિટલી મદદ કરે છે સ્ટાફ જે ઓનલાઈન શોપિંગ એક્સપિરિઅન્સ સાથે વિશ્વાસ અને પરિચિત બનાવવામાં મદદ કરે છે, ખાસ કરીને એવા ગ્રાહકો માટે જે ઈ-કોમર્સ પર નવા છે. આજે અમારી પાસે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈઝી સ્ટોર છે.

ગ્રાહકો એમેઝોન પર હવે અંગ્રેજી સહિત 6 ભાષાઓમાં ખરીદી કરી શકશેઃ અમે એમેઝોન પર હિન્દી શોપિંગ એક્સપિરિઅન્સ લોન્ચ કર્યો હતો. 2018માં તેણે ભાષાના અવરોધને તોડવામાં મદદ કરી છે અને ગ્રાહકોને પોતાની પસંદની ભાષામાં એમેઝોન પર ખરીદીનો આનંદ લેવામાં સક્ષમ બનાવ્યા. હવે અમે કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષામાં પણ ખરીદી કરવાનો ઓપ્શન આપ્યો છે. ગ્રાહકો ગમે ત્યારે ગમે તે ભાષામાં અને ગમે ત્યાં Amazon.in પર પોતાની ઈચ્છા પ્રમાણે કંઈપણ મેળવી શકે છે.

આ વર્ષની શરૂઆતમાં, અમે ગ્રાહકોને એમેઝોન સાથે જોડાવાની નવી રીત રજૂ કરીઃ તેઓ તેમના અવાજનો ઉપયોગ કરી શકે છે. એમેઝોન પર હવે ગ્રાહકોએ માત્ર ‘સ્પીક ટુ શોપ’નો ઉપયોગ એમેઝોન શોપિંગ એપ પર કરી શકે છે. Amazon.in માટે સેલર્સ માટે અમે હિન્દીમાં રજીસ્ટ્રેશન અને અકાઉન્ટ મેનેજમેન્ટ સર્વિસ શરૂ કરી છે અને ફર્સ્ટ ટાઈમ સેલર્સ અને માર્કેટમાં પહેલી વખત બિઝનેસ માટે Amazon.in પર સાઈન અપ કરી રહ્યા છે

5. શું તમે માર્કેટમાં SMBsને સફળતામાં મદદ કરવા માટે એમેઝોન ઈન્વેસ્ટમેન્ટ વિશે કહી શકો છો?
આ વર્ષે જાન્યુઆરીમાં, જ્યારે અમારા ફાઉન્ડર અને CEO જેફ બેઝોસ અહીં હતા, અમે ભારત માટે ત્રણ મહત્ત્વપૂર્ણ કોમ્યુનિટી તૈયાર કરી હતી. અમે 10 મિલિયન નાના ઉદ્યોગોને ડિજિટલાઇઝ કરવા માટે 1 અબજ USD ડોલરના વધારાના રોકાણની જાહેરાત કરી છે, જે 2015 સુધીમાં ભારતની નિકાસ વધારીને 10 અબજ ડોલર વધારાની નોકરીની તકો ઉભી કરશે. આ કમિટમેન્ટ્સ હવે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે, અમે અમારા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની દિશા તરફ કામ કરી રહ્યા છીએ, જે મિકેનિઝમની સાથે પરિસ્થિતિઓ અને સ્થાનિક જરૂરિયાતો માટે મહત્ત્વપૂર્ણ છે.

Source by [author_name]