તસવીર વ્હાઈટન હાઉસના ઈલિપ્સ લૉનની છે. અહીં કોરોનાના ચેપથી પોતાનો જીવ ગુમાવનાર બે લાખ અમેરિકીઓની યાદમાં 20 હજાર ખાલી ખુરશીઓ મુકાઈ હતી.

વ્હાઈટન હાઉસના ઈલિપ્સ લૉનમાં કોરોનાના ચેપથી પોતાનો જીવ ગુમાવનાર બે લાખ અમેરિકીઓની યાદમાં 20 હજાર ખાલી ખુરશીઓ મુકાઈ હતી. એક હજાર લોકોની યાદ માટે એક ખુરશી મુકાઈ હતી. રવિવારે આ આયોજનમાં મૃતકોના પરિજનો સામેલ થયા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થવાના હતા પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે આ કાર્યક્રમમાં હાજરી ન આપી શક્યા. છ મહિનામાં અમેરિકામાં 74 લાખથી વધુ કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. સોમવાર સુધીમાં 2.10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

લાપરવાહ રાષ્ટ્રપતિ : ટ્રમ્પ કારમાં ફરતા દેખાયા, સમર્થકોને પણ મળ્યા
2 ઓક્ટોબરે કોરોના પોઝિટિવ થયા પછી ટ્રમ્પ રવિવારે કારમાં ફરતા દેખાયા હતા. કારમાં તેમની સાથે અમુક લોકો હાજર હતા. આ દરમિયાન સમર્થકોને પણ મળ્યા હતા. બીજી બાજુ જ્યારથી ટ્રમ્પ પોઝિટિવ થયા છે ત્યારથી અમેરિકામાં એક શબ્દ ટ્રેન્ડમાં છે – સાડનફ્રોઈડા(schadenfreude). તેનો અર્થ એ છે કે બીજાની મુશ્કેલમાં ખુશી શોધવી. ગત 3 દિવસમાં સાડનફ્રોઈડા શબ્દ શોધવામાં 30,500% નો વધારો નોંધાયો હતો.

Source by [author_name]