અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાની કોરોના વાઇરસની વેક્સિન અંગે સારા સમાચાર સામે આવ્યા છે. એક અભ્યાસમાં જાણ થઈ છે કે મોડર્નાની વેક્સિન વૃદ્ધોમાં પણ એન્ટિબોડીઝ તૈયાર કરવામાં સફળ રહી છે. અભ્યાસ અનુસાર વૃદ્ધોમાં પણ યુવાઓની જેમ જ એન્ટિબોડીઝ તૈયાર થઇ રહ્યાં છે.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં વેક્સિન સંબંધિત અભ્યાસ પ્રકાશિત કરાયો હતો. સંશોધકોએ કહ્યું હતું કે વૃદ્ધોમાં પણ મોડર્નાની વેક્સિનથી એન્ટિબોડીઝ તૈયાર થઇ રહ્યા છે અને તેની આડઅસર વધુ ડોઝવાળી ફ્લૂ વેક્સિન જેવી જ છે.

અમેરિકાની ઈમોરી યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને અભ્યાસના મુખ્ય રિસર્ચર ડૉ. ઈવાન એન્ડરસને કહ્યું કે વયની સાથે અનેકવાર ઈમ્યુનિટી નબળી થઈ જાય છે. એવામાં એ જાણવું જરૂરી હતું કે આ વેક્સિન વૃદ્ધો માટે મદદરૂપ થઈ રહી છે કે નહીં? અભ્યાસમાં 56થી 70 અને 71 વર્ષથી વધુ વયના કુલ 40 લોકોને સામેલ કરાયા હતા. લોકોને 25 એમજી અને 100 એમજીના બે ડોઝ અપાયા હતા. બીજા ડોઝના મહિના બાદ પણ કોઈ ગંભીર આડઅસર જોવા મળી નહોતી.

Source by [author_name]