નજીબ નાંગરહર રાજ્યમાં એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન નજીબ તારાકઈનું 29 વર્ષની વયે મૃત્યુ થયું છે. શનિવારે માર્ગ અકસ્માત થયો હતો. નજીબે કાબુલની એક હોસ્પિટલમાં મંગળવારે અંતિમ શ્વાસ લીધા.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ(એસીબી)એ શનિવારે જણાવ્યું કે, નજીબ નાંગરહર રાજ્યમાં એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. નજીબને ઈલાજ માટે કાબુલ લવાયો હતો અને એક સર્જરી પણ કરાઈ હતી, પરંતુ તેને બચાવી શકાયો નથી. આઈસીસીએ પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર નજીબને શ્રદ્ધાંજલિ આપી છે.

નજીબે અફઘાનિસ્તાન તરફથી 12 ટી20 અને એક વનડે રમી છે. ડાબોડી બેટ્સમેન નજીબે બાંગ્લાદેશમાં 2014માં રમાયેલા ટી20 વર્લ્ડ કપથી ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું.

Source by [author_name]