એક્ટ્રેસ પાયલ ઘોષ દ્વારા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે પોલીસ ફરિયાદ કરી છે. હવે તે ભૂખ હડતાલ કરવા જઈ રહી છે. એક દિવસ પહેલાં તે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસે અનુરાગ પર કોઈ એક્શન ન લીધા માટે તેણે આ નિર્ણય લીધો. આટલું જ નહીં તે 29 સપ્ટેમ્બરે મંગળવારે મહારાષ્ટ્રના ગવર્નરને પણ મળવાની છે.
પાયલે પોલીસ પર સવાલ ઉઠાવ્યા
પાયલે પોલીસ સ્ટેશન જઈને તેની ફરિયાદનું સ્ટેટ્સ પૂછ્યું. ત્યાં તેણે મીડિયાને કહ્યું કે એક અઠવાડિયું થઇ ગયું છે FIR ફાઈલ કરાવી તેને. પોલીસે મને તો પૂછપરછ માટે બોલાવી લીધી, પરંતુ હજુ સુધી અનુરાગને અરેસ્ટ નથી કર્યો. તેની પૂછપરછ પણ નથી કરી. પાયલે કહ્યું કે અનુરાગના પ્રભાવને કારણે પોલીસ તેને અરેસ્ટ નથી કરી રહી આવો ફાયદો આખરે કેટલા લોકોને મળી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં વાત રાખી
ત્યારબાદ સોમવારે પાયલે યુનિયન મિનિસ્ટર રામદાસ આઠવલેની મુલાકાત લીધી. આ દરમ્યાન બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી. ત્યાં પાયલે જણાવ્યું કે તે કાલે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મળશે. આ દરમ્યાન તે પોલીસે હજુ સુધી અનુરાગ વિરુદ્ધ કોઈ એક્શન નથી લીધા તે બાબતે ચર્ચા પણ કરશે.