ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પોતાની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી

ભાજપ અધ્યક્ષ બન્યાના આઠ મહિના પછી જેપી નડ્ડાએ શનિવારે તેમની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન), રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા સહિત ઘણાં પદમાં ફેરફાર કર્યા છે. નવા લોકોને જગ્યા આપવામાં આવી છે.

ડૉ. રમણ સિંહ, અન્નપૂર્ણા દેવી, મુકુલ રૉય, જય પંડ્યા પાર્ટી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કૈલાશ વિજયવર્ગીયને મહાસચિવ પદ પર યથાવત્ રાખ્યા છે. તેજસ્વી સૂર્યાને યુવા મોર્ચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ પાર્ટીએ રામ માધવ, મુરલીધર રાવ અને અનિલ જૈનને મહાસચિવ પદ પરથી હટાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ નવી જવાબદારી આપવામાં આવી છે.

અનિલ બલૂની, સંજય મયૂખ, ડૉ. સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને શાહનવાઝ હુસૈનને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. આ સિવાય પાર્ટીએ 23 અન્ય પ્રવક્તા પણ બનાવ્યા છે.

Source by [author_name]