30 સપ્ટેમ્બરે ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મની રિલીઝને 4 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતના કરિયર માટે મિલનો પથ્થર સાબિત થઇ હતી. ક્રિકેટર ધોનીનો રોલ પ્લે કરવા બદલ સુશાંતના ઘણા વખાણ થયા હતા. સાથે જ ધોની અને તેના પરિવારને પણ ફિલ્મ ઘણી ગમી હતી.

તેઓ એ વાતથી ખુશ હતા કે ડિરેક્ટર નીરજ પાંડેએ તેને હકીકતથી ઘણી નજીક રાખી હતી. નીરજ મુજબ, આ ફિલ્મ 98% ધોનીની અસલી જિંદગી પર જ આધારિત હતી.

સુશાંત હવે આ દુનિયામાં નથી પરંતુ આ ફિલ્મની તેની શાનદાર એક્ટિંગને કારણે તે હંમેશાં દર્શકોના દિલમાં રહેશે. આવો જાણીએ ફિલ્મ સાથે જોડાયેલા અમુક રસપ્રદ ફેક્ટ્સ…

  • ફિલ્મમાં જે સ્કૂલ દેખાડવામાં આવી છે, તે ખરેખર મહેન્દ્ર સિંહ ધોનીની સ્કૂલ છે જ્યાં તે બાળપણમાં ભણવા હતા હતા. સ્પેશિયલ પરમિશન લઈને ત્યાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
  • અક્ષય કુમાર ધોનીનો રોલ કરવા ઇચ્છતા હતા પરંતુ ક્રિકેટર અને તેના લુક્સમાં ઘણી અસમાનતા હોવાથી ડિરેક્ટર નીરજ પાંડેએ તેમને ફિલ્મમાં કાસ્ટ ન કર્યા. પછી મેકર્સને આ રોલ માટે સુશાંત પરફેક્ટ લાગ્યો અને તેને સાઈન કરવામાં આવ્યો. સુશાંત માટે આ રોલ મિલનો પથ્થર સાબિત થયો અને ફિલ્મ હિટ થઇ ગઈ.
  • પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ સુશાંતને ફિલ્મ માટે ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી જોકે જ્યારે સુશાંત હેલીકોપ્ટર શોટ શીખવા સમયે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા તો ધોની ખુદ તેને ટ્રેનિંગ આપવા આવ્યા હતા.
  • આ ફિલ્મથી ભૂમિકા ચાવલાએ બોલિવૂડમાં 9 વર્ષ પછી કમબેક કર્યું હતું. તે પહેલાં તેઓ 2007માં ગાંધી, માય ફાધરમાં દેખાયાં હતાં.
  • આ ફિલ્મમાં કિયારા અડવાણીએ ધોનીની પત્ની સાક્ષીનો રોલ પ્લે કર્યો હતો. સાથીએ ફિલ્મના વેડિંગ સીન માટે તેનો વેડિંગ ડ્રેસ કિયારાને આપ્યો હતો.
  • આ ફિલ્મથી દિશા પાટનીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ધોનીની લવ ઇન્ટરેસ્ટ પ્રિયંકાનો રોલ પ્લે કર્યો હતો જે રીયલ લાઈફમાં એક એક્સિડેન્ટમાં મૃત્યુ પામી હતી. દિશાને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુનો સ્ક્રીન અને સ્ટારડસ્ટ અવોર્ડ પણ મળ્યો હતો.
  • આ ફિલ્મ 2016માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પાંચમા નંબર પર હતી. ફિલ્મે અંદાજે 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનું બજેટ 80 કરોડ હતું જેમાં 40 કરોડ રૂપિયા મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવ્યા હતા.

Source by [author_name]